સુરત,તા.29 ડિસેમ્બર 2022,ગુરૂવાર : સુરતના ડુમસ બીચ પર એક યુવક ઝાંડી ઝાંખરામાં બેસી ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કરવાનો જ હતો કે ત્યાં પોલીસ પહોચી ગયી હતી અને યુવકને સમજાવી સાંત્વના આપી તેને જીવન જીવવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.ઘર કંકાસથી કંટાળી યુવક ડુમસ બીચ પર ઝાંડી ઝાંખરામાં બેસી આપઘાત કરવાનો જ હતો પરંતુ યુવક જીવનનો અંત આણે તે પહેલા જ પોલીસે તેને બચાવી લીધો હતો.
ઘણી વખત નાની વાતમાં લોકો આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે અને આવી જ એક ઘટના બનતા સુરત પોલીસે રોકી છે.મળતી માહિતી મુજબ થર્ટી ફસ્ટ અને નાતાલના તહેવારને લઈને ડુમસ બીચ પર પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.આ દરમ્યાન ડુમસ પોલીસને ધ્યાને આવ્યું હતું કે એક ઇસમ ઝાંડી ઝાંખરામાં બેઠો હતો અને તે રડી રહ્યો હતો.અને તે આપઘાત કરવાની કોશિશ કરવા જઈ રહ્યો હતો.જેથી પોલીસ તાત્કાલિક તેની પાસે પહોચી હતી અને તાત્કાલિક પોલીસે તેના હાથમાંથી ઝેરની પડીકી ખેચી લીધી હતી
પોલીસે યુવકને પહેલા તો ડુમસ પોલીસ મથકે લઇ ગયી હતી અને સાંત્વના આપી હતી.પોલીસ તપાસમાં વેસુ ખાતે રહેતો યુવક ઘર કંકાસથી કંટાળીને ડુમસ બીચ પર આપઘાત કરવા આવ્યો હતો.જો કે ડુમસ પોલીસના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ તેનું યોગ્ય કાઉન્સલીગ કર્યું હતું અને અને જીવન જીવવા માટેનું પ્રેરક બળ આપ્યું હતું.પોલીસના કાઉન્સલીગ બાદ યુવકે આપઘાત નહી કરે અને રાજીખુશીથી પરિવાર સાથે ગયો હતો.પોલીસે પણ તેના પરિવારજનોને પોલીસ મથકે બોલાવી કાઉનસલિંગ કર્યું હતું.
સુરતના ડુમસ પોલીસની સતર્કતાથી એક યુવકનો જીવ બચ્યો છે અને લોકો પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આપઘાત કરવો તે કોઈ દિવસ કોઈ પણ સમસ્યાનો હલ નથી.ત્યારે લોકો કોઈ પણ ચિંતામાં આવી ઉતાવળે આવું પગલું ન ભરવું જોઈએ.જરૂર પડ્યે યોગ્ય લોકો પાસેથી માર્ગદર્શન લઈને જીવનને એક નવી દિશા આપવી જોઈએ.

