અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 160 કરોડના ખર્ચે આકાર પામી રહ્યો છે.આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કેન્દ્ર બિંદુ ગણાતા વડોદરા રેલવે સ્ટેશન પાસે રેલવે પ્લેટફોર્મ અને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક ટ્રેકનું કામ કરતી એલએનટી કંપની દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીને લઈને સત્તાધીશો દ્વારા અત્યાર સુધી બે વાર અલગ અલગ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને હાલમાં એલએનટી કંપની દ્વારા ત્રીજી વાર ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.તૈયાર થઇ રહેલા પ્લેટફોર્મની સમતા મજબૂત રહે તે માટે 48 ફૂટ સુધી ફાઈલિંગ કરી ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.પંડ્યા બ્રિજ નજીક 30 મીટરની ઉંચાઈ ધરાવતું રેલવે પ્લેટફોર્મ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં 450 મીટર લાબું પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને 850 મીટરની લંબાઈ ધરાવતો એપ્રોચ પણ તૈયાર કરવામાં આવશે.હાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સૌ કોઈની મીટ મંડાયેલી છે ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ થાય તેવા પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે.જોકે વર્ષ 2026 સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પૂર્ણ કરવાની ડેડ લાઈન છે,પરંતુ વર્ષ 2027 સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પૂર્ણ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.