બનાસકાંઠા : નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની જુના ડીસાના સોનીને લૂંટનારી ટોળકી જબ્બે

157

પાલનપુર : ડીસા નજીક આવેલા જુના ડીસામાં ફિલ્મી સ્ટાઇલથી નકલી ઇન્કમટેક્સ અધિકારી બનીને જુનાડીસાના સોની પરિવારને ઠગી ગયા હતા.જેમાં સોની પરિવારે રૂ. 4.5 લાખ ગુમાવ્યા હતા.નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની સોની મહેન્દ્રભાઈ સોનીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું ધ્યાને આવતા તેમણે ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ પોલીસ કરી રહી હતી.

આરોપીઓ લૂંટની રકમનો ભાગ પાડતા હતા ત્યારે એલસીબી ની ટીમ ત્રાટકી

ત્યારે ડીસા તાલુકા પોલીસ અને એલસીબીના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જનાડીસા પાટણ હાઈવે ઉપર આવેલા ધરપડા પાસે કેનાલ ઉપર ચાર ઈસમો પૈસા અને અન્ય ચીજ વસ્તુઓનો ભાગ પાડી રહ્યા છે.જેને લઈને પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી. અને ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા.

પોલીસે રૂપિયા 2.62 લાખનો મુદ્દામાલ કબજે લીધો

જેમની પાસેથી ચાંદીના બિસ્કીટ નંગ ચાર કિંમત રૂપિયા 1,40,581/- રોકડા રૂપિયા 1,06,000/- , મોબાઈલ નંગ પાંચ કિંમત રૂપિયા 16,000/- મળીને કુલ રૂ. 2,62,581/- રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો.આમ ગણતરીના દિવસોમાં પોલીસે નકલી ઇન્કમટેક્સ અધિકારી બનેલા આરોપીઓને પકડીને જેલ હવાલે કરી દીધા હતા.જ્યારે આ આરોપીઓની પૂછપરછમાં આંગણવાડા ગામના અન્ય બે આરોપીઓ પિન્ટુજી દલસંગજી ઠાકોર અને લાલભા નથુભાઈ વાઘેલાના નામો પણ સામે આવ્યા છે.

કયા આરોપીઓ ઝડપાયા

– નરેશ ઉર્ફે નરસિંહ સહદેવજી ઠાકોર ( રહેવાસી. જુનાડીસા )
– શ્રવણજી તરસંગજી ઠાકોર ( રહેવાસી વેડંચીયા )
– ધારશીજી શંકરજી ઠાકોર ( રહેવાસી ઢુવા )
– રાહુલજી શ્રવણજી ઠાકોર ( રહેવાસી ઢુવા )

Share Now