PM મોદી માત્ર ગુજરાતને નહીં, તમામ રાજ્યોને પોતાના બાળકોની જેમ જુએ : રાજ ઠાકરે

93

– મહારાષ્ટ્ર બાબતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી: રાજ ઠાકરે
– મહારાષ્ટ્રમાં વિપક્ષોએ ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું

મહારાષ્ટ્ર, તા. 9 જાન્યુઆરી 2023, સોમવાર : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ કરોડો ડૉલરના પ્રોજેક્ટ્સ મહારાષ્ટ્રમાંથી બહાર જવા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂકી જવાબદાર ગણાવ્યા હતા.રાજ ઠાકરેએ કહ્યું કે વડાપ્રધાન ગુજરાતના હોય એનો અર્થ એવો નથી કે તેમણે પોતાના રાજ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.આ તેમના હોદ્દાને અનુરૂપ નથી.
તેઓ ગુજરાતના છે એનો અર્થ એ નથી કે તેમણે ગુજરાતને જ પ્રાધાન્ય આપવું જોઈએ.પિંપરીમાં ડૉ. ડીવાય પાટીલ યુનિવર્સિટી અને જાગતિક મરાઠી એકેડેમી દ્વારા આયોજિત 18મા જાગતિક મરાઠી સંમેલનમાં એક સંબોધન કરતાં રાજ ઠાકરેએ કહ્યું, કે વડાપ્રધાને તમામ રાજ્યો સાથે તેમના બાળકોની જેમ વ્યવહાર કરવો જોઈએ અને તેમને સમાન અધિકાર આપવો જોઈએ.તેઓ ગુજરાતના છે એનો અર્થ એ નથી કે તેમણે ગુજરાતને જ પ્રાધાન્ય આપવું જોઈએ.આ તેમના કદને અનુરૂપ નથી.

મહારાષ્ટ્ર બાબતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી

જો કે, એક ઈન્ટરવ્યુ સત્ર દરમિયાન પ્રશ્નોના જવાબમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે, “મહારાષ્ટ્રના એક બે પ્રોજેક્ટથી રાજ્યની બહાર જવાથી રાજ્યને કોઈ ફરક પડશે નહીં.” આ એટલા માટે છે કારણ કે મહારાષ્ટ્ર તમામ પાસાઓથી સમૃદ્ધ છે.આ ઘણા મોરચે બીજા રાજ્યો કરતા આગળ છે. મહારાષ્ટ્રના ભાવિ વિશે ચિંતા કરવાની જરૂર નથી.અહી અમારી પાસે જે પણ છે તેનું રક્ષણ કરીએ તો પણ અમે બીજા કરતા આગળ રહીશું.

રાજ ઠાકરેના નિવેદન પર શિવસેનાનો વળતો પ્રહાર

બીજી બાજુ, વિરોધ પક્ષોએ રાજ ઠાકરેના ‘મહારાષ્ટ્રમાંથી એક કે બે પ્રોજેક્ટની રાજ્ય પર કોઈ અસર નહીં થાય’ વાળા નિવેદન પર પ્રહાર કર્યો હતો.શિવસેના (UBT)ના સાંસદ વિનાયક રાઉતે કહ્યું, ‘એવું લાગે છે કે રાજ ઠાકરેએ ભાજપની ‘સોપારી’ લીધી છે.આ એક-બે પ્રોજેક્ટની વાત નથી.અહીથી એક બે નહી પણ પાંચ પ્રોજેક્ટ મહારાષ્ટ્રથી બહાર ગયા છે.રાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પ્રોજેક્ટ ખસેડવામાં આવ્યા છે.તે દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજ ઠાકરે આવા નિવેદનો કરી રહ્યા છે.

ગુજરાત-મહારાષ્ટ્રને લગતો શું છે આ મામલો

MNS પ્રમુખનું આ નિવેદન ગયા વર્ષની ઘટનાક્રમ તરફ ઈશારો કરતાં હોય તેવું લાગી રહ્યું છે.એ સમયે ભારતીય ખાણકામ જૂથ વેદાંત અને તાઈવાનની ઉત્પાદક કંપની ફોક્સકોનએ સંયુક્ત સાહસ માટે ગુજરાત સરકાર સાથે કરાર કર્યો હતો.ગુજરાત સરકાર રાજ્યમાં આ કંપનીઓ સાથે મળીને તેનું નવું સેમી કંડક્ટર યુનિટ સ્થાપશે.પીએમ મોદીએ કરાર (એમઓયુ)ને “ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ મહત્વકાંક્ષાઓને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ કદમ ગણાવ્યા હતા.

મહારાષ્ટ્રમાં વિપક્ષોએ ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું

આ પછી મહારાષ્ટ્રમાં રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ હતી.વિરોધ પક્ષોએ ભારતીય જનતા પાર્ટી અને PM મોદી પર ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પ્રોજેક્ટને મહારાષ્ટ્રની બહાર ખસેડવાનો આરોપ લગાવ્યો હતો.આ મામલે MNS પ્રમુખ રાજ ઠાકરેનું નવું નિવેદન પણ સામે આવ્યું છે.

Share Now