કોણ છે જયેન મહેતા જેમના હાથમાં સોંપાઈ GCMMF ની કમાન, જાણો વધુ

116

સહકારી ક્ષેત્રની સૌથી મોટી અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર આર એસ સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી છે.અને તમની જગ્યાએ જયેન મહેતાને મેનેજિંગ ડાયરેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.ત્યારે તેઓ કોણ છે. અને તેમને આ ક્ષેત્રે શું યોગદાન છે,તેના વિશે જાણો વધુ માહિતી.

જયેન મહેતાના વિશે વિગતો

જયેન મહેતાએ એપ્રિલ-સપ્ટેમ્બર 2018 સુધી અમૂલ ડેરી,આણંદના ઈન્ચાર્જ એમડી તરીકે સેવા આપી છે.છેલ્લા 32 વર્ષથી અમૂલ સાથે સંકળાયેલા છે.અને ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં જયેન મહેતાની સીઓઓ તરીકે ફેબ્રુઆરી 2022માં નિમણૂંક કરવામાં આવી હતી.તેમજ જયેન મેહતા સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ગોલ્ડ મેડાલિસ્ટ રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.વર્ષ 2022માં સિનિયર જનરલ મેનેજર જયેન મહેતાને ‘માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ એવોર્ડ’ એનાયત થયો હતો.

મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની બેઠકમાં લેવાયો નિર્ણય

આજે મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની બેઠક મળી હતી જેમાં અમૂલના એમ ડી આર.એસ. સોઢીને તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરીને તેમની જગ્યાએ જયેન મહેતાને અમૂલના એમ ડીની કમાન સોંપવામાં આવી છે.ત્યારે આર.એસ. સોઢીએ આજે અમુલના એમડી પદ પરથી રાજીનામું આપી દેતાં તેમના ચાર દાયકાના શાસનનો અંત આવ્યો છે.

Share Now