દેશમાં કોરોનાનો ખતરો વધ્યા બાદ ભારતીય સેનાઓ પણ સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર છે. કોરોના સામે જંગની સૌથી નાજુક સ્થિતિ નજીક આવવા પર ચિકિત્સાનો સામાન લાવવા-લઇ જવા માટે વાયુસેનાની ટ્રાન્સપોર્ટ ફ્લીટ તૈયાર છે, તો યુદ્ધજહાજ પણ કોઈપણ સ્થિતિમાં તૈનાતી માટે એલર્ટ પર છે. બુધવારનાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કોરોનાને લઇને સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. સેનાનાં 8,500 ડૉક્ટર પણ કોઈપણ ઇમરજન્સી સ્થિતિ માટે સંપૂર્ણ રીતે તૈનાત છે.
8,500 ડૉક્ટર અને સપોર્ટ સ્ટાફ તૈયાર
રક્ષામંત્રીએ આદેશ આપ્યો કે સિવિલ પ્રશાસનને તમામ પ્રકારની મદદ આપવામાં આવે જે સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે. સેના 8,500 ડૉક્ટર અને સપોર્ટ સ્ટાફ પણ કોરોનાને પહોંચી વળવા માટે સિવિલ વહીવટી તંત્રને મદદ આપવા માટે સંપૂર્ણ તૈયાર રહે. સેનાનાં રિટાયર્ડ હેલ્થ પ્રોફેશનલ્સને પણ મદદ માટે તૈયાર રહેવા કહ્યું છે. આ ઉપરાંત NCCનાં 25,000 કેડેટ્સને પણ સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.
સ્પેશિયલ ઑપરેશન એરક્રોફ્ટને એક્ટિવ કરાયા
વાયુસેનાએ જણાવ્યું કે તેમના વિમાનોએ છેલ્લા ત્રણ દિવસમાં 25 ટન સપ્લાયને ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડ્યો છે. વાયુસેનાએ જણાવ્યું કે આખા દેશમાં માંગ પુરી કરવા માટે તેણે પોતાના તમામ ટ્રાન્સપોર્ટ યૂનિટને તૈયાર રાખ્યા છે. સી-17 હેવી લિફ્ટર, AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને સી-130J સ્પેશિયલ ઑપરેશન એરક્રોફ્ટને સિવિલ પ્રશાસનનાં આગ્રહ પર એક્ટિવ કરવામાં આવી રહ્યા છે.
નૌસેનાનાં યુદ્ધ જહાજો સ્ટેન્ડબાય પર
નૌસેનાનાં યુદ્ધ જહાજો પણ સ્ટેન્ડબાય મોડમાં છે. જેથી દરિયાઈ વિસ્તારોમાં જરૂર પડવા પર મોટા પ્રમાણમાં સામાનનો પુરવઠો પુરો પાડી શકાય. બે યુદ્ધ જહાજોને પાડોશી દેશોની મદદ માટે પહેલાથી જ તૈયાર રાખવામાં આવ્યા છે. જો જરૂર પડી તો બીજા યુદ્ધ જહાજોને પણ તૈનાત કરવામાં આવશે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે રક્ષામંત્રી રાજનાથ સિંહને જણાવ્યું કે, કોવિડ-19ને પહોંચી વળવા માટે હૉસ્પિટલોનાં 9,000 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક ક્વોરન્ટાઇન સુવિધાઓ દેશનાં અનેક ભાગોમાં કામ કરી રહી છે.