અમેરિકામાં બુધવારે તમામ ફ્લાઈટ રદ કરી દેવાઈ છે. જેની પાછળ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના કોમ્પ્યુટર સિસ્ટમમાં ગરબડીનું કારણ દર્શાવવામાં આવ્યું છે.અમેરિકા મીડિયા મુજબ સમગ્ર અમેરિકામં તમામ ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી છે.મળતી માહિતી મુજબ અમેરિકામાં બુધવારે સવારે સાડા પાંચ વાગ્યા સુધીમાં 400થી વધુ ફ્લાઈટ મોડેથી રવાના થઈ હતી.
સિસ્ટમને યોગ્ય કરવાની FAAની ક્વાયત
અમેરિકી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કહ્યું કે તેઓ પોતાના નોટિસ ટૂ એર મિશન સિસ્ટમને યોગ્ય કરવાના કામમાં છે.તેમણે કહ્યું કે અમે આ ગરબડી અંગે તપાસ કરી રહ્યાં છીએ અને સિસ્ટમને પુનઃ લોડ કરી રહ્યાં છીએ.તેમણે કહ્યું કે નેશનલ એરસ્પેસ સિસ્ટમાં સંચાલન પ્રભાવિત છે. NOTAM (Notice to Air Missions) એક નોટિસ છે જેમાં ઉડાન સંચાલન સાથે સંબંધિત કર્મીઓ માટે જરૂરી જાણકારી હોય છે,પરંતુ અન્ય માધ્યમોથી પ્રચારિત કરવા માટે પહેલેથી પર્યાપ્ત જાણકારી નથી હોતી.
સોશિયલ મીડિયામાં લોકો ઠાલવી રહ્યાં છે રોષ
FAAએ કહ્યું કે ટેક્નિશિયન સિસ્ટમને યોગ્ય કરવા માટે કામ કરે છે.અમેરિકામાં અચાનક સિસ્ટમ ફેલ થવાથી યાત્રિકો પર ઘણી અસર પડી છે.અમેરિકી યાત્રિકો દ્વારા સોશિયલ મીડિયા પર તેને લઈને સતત લોકો મેસેજ કરી રહ્યાં છે.