ફરી થયો પેશાબ કાંડ : દિલ્હી એરપોર્ટના ગેટ પર દારૂના નશામાં જૌહર અલીએ ખુલ્લેઆમ કર્યો પેશાબ

132

નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2023 : એરપોર્ટ પર પેશાબ કરવાની વધુ એક ઘટના સામે આવી છે. આ મામલો 8 જાન્યુઆરીના રોજ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 8 જાન્યુઆરીએ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 પર ડિપાર્ચર ગેટ 6ની સામે એક નશામાં ધૂત વ્યક્તિએ જાહેરમાં પેશાબ કર્યો હતો.

આ મામલાની માહિતી મળતાં જ દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.જોકે, થોડા સમય બાદ બોન્ડ ભર્યા બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.વિગતવાર વાત કરીએ તો 8 જાન્યુઆરીના રોજ પોલીસને ફરિયાદ મળી કે દિલ્હી IGI એરપોર્ટના ડિપાર્ચર ગેટ 6 પાસે એક નશામાં ધૂત ચ્ય્ક્તી જાહેરમાં પેશાબ કરી રહ્યો છે.ફરિયાદીએ પોલીસને કહ્યું કે તે ખૂબ જ નશાની હાલતમાં લાગી રહ્યો છે.ત્યાર બાદ પોલીસે જૌહર અલી ખાન નામના વ્યકિતની ધરપકડ કરી હતી.

પોલીસે વધુમાં કહ્યું કે જ્યારે ત્યાથી પસાર થઈ રહેલા અન્ય પેસેન્જરોએ તેને રોકવાની કોશીશ કરી તો આ વ્યકિત તેમની સાથે પણ ઝઘડવા લાગ્યો હતો.ઘટનાની ફરિયાદ મળતા પોલીસ ત્યાં પહોંચીને આરોપીનો મેડીકલ કરાવ્યા બાદ તેની ધરપકડ કરાઈ હતી.આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 294 અને 510 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.જો કે, જામીનપાત્ર કલમો લગાવવાના કારણે આરોપીને જામીન મળી ગયા હતા. 39 વર્ષીય જોહર બિહારનો રહેવાસી છે.તે દિલ્હીથી સાઉદી અરેબિયાના દમ્મામની ફ્લાઈટ પકડવા આવ્યો હતો.
હજૂ થોડા દિવસો પહેલા આવોજ એક મામલો સામે આવ્યો હતો જેમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલા સહ-પ્રવાસી પર નશામાં ધૂત પુરુષ મુસાફરે કથિત રીતે પેશાબ કર્યા પછી, કાનૂની અને ઉડ્ડયન નિષ્ણાતોએ બેકાબૂ મુસાફરો સાથે વ્યવહાર કરવા માટે કડક નિયમોની તાત્કાલિક જરૂરિયાત સૂચવ્યું છે.નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં ફ્લાઇટ્સમાં અયોગ્ય વર્તનની ઘટનાઓ વધી છે કારણ કે એરલાઇન્સ તેમના વ્યવસાયિક હિતોને કારણે આવી ઘટનાઓને છુપાવવાનો પ્રયાસ કરે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પુરુષ મુસાફર શંકર મિશ્રાએ ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં એક વૃદ્ધ મહિલા સહ-પ્રવાસી પર કથિત રીતે પેશાબ કર્યો હતો. મહિલાએ એર ઈન્ડિયાને આપેલી ફરિયાદના આધારે દિલ્હી પોલીસે 4 જાન્યુઆરીએ આરોપી વિરુદ્ધ FIR નોંધી હતી અને ગયા શનિવારે બેંગલુરુથી તેની ધરપકડ કરી હતી.નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે બેકાબૂ મુસાફરો સાથે વ્યવહાર કરવા માટે 2017ની સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ (CAR)માં સુધારો કરવો જોઈએ.

Share Now