લગ્ને લગ્ને કુંવારી ફાતિમા બાનો ઉર્ફે રાખી સાવંતે કર્યા લગ્ન, આદિલે પતિ હોવાનો કર્યો ઇનકાર

359

‘બિગ બોસ’ ફેમ રાખી સાવંતના લગ્ન અને પોતાના નિવેદનોને કારણે હેડલાઈન્સમાં આવેલી રાખી સાવંત ફરી એકવાર મુશ્કેલીમાં છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે જુલાઈ 2022માં તેના બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા હતા. હવે બંનેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.જેમાં રાખી તેના બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે જોવા મળી રહી છે.તસવીરમાં જોઈ શકાય છે કે રાખી અને દુર્રાનીના ગળામાં માળા છે અને બંનેએ કોર્ટ મેરેજ સંબંધિત દસ્તાવેજો રાખ્યા છે.એક રિપોર્ટ અનુસાર હવે આદિલે લગ્નની વાતને નકારી કાઢી છે.

રાખીએ ફાતિમા બની આદિલ સાથે કર્યા લગ્ન

રિપોર્ટ અનુસાર રાખીએ પોતે નિકાહ અંગે કબૂલાત કરી છે. રાખીનું કહેવું છે કે સાત મહિના પહેલા તેણે આદિલ સાથે કોર્ટ મેરેજ અને નિકાહ કર્યા હતા.રાખીના કહેવા પ્રમાણે તેમનું લગ્નજીવન બરાબર ચાલી રહ્યું નથી અને તેને શંકા છે કે આદિલનું ‘બિગ બોસ’ મરાઠીની સ્પર્ધક સાથે અફેર છે.રાખી કહે છે કે એક તરફ તેની માતા બ્રેઈન ટ્યુમરથી પીડિત છે.જેના કારણે તે ખૂબ જ પરેશાન છે.રાખીનું એમ પણ કહેવું છે કે આદિલે તેને લગ્નને સિક્રેટ રાખવા કહ્યું હતું.

બંનેના લગ્નના ફોટા થયા વાયરલ

બીજી તસવીરમાં રાખી વેડિંગ સર્ટિફિકેટ પર સહી કરતી જોવા મળી રહી છે.જો કે, બીજી તસવીર જોતા એવું લાગે છે કે લગ્ન ગયા વર્ષે જ નોંધાયા હતા અને આ તસવીરો હવે સામે આવી છે.સર્ટિફિકેટમાં બંનેના લગ્નની તારીખ 2 જુલાઈ, 2022 છે. તેમજ તેમાં રાખી સાવંતનું નામ ‘ફાતિમા’ દેખાઈ રહ્યું છે.ઇસ્લામિક લગ્નમાં જો છોકરી બીજા ધર્મની હોય,તો ધર્માંતરણ જરૂરી છે અને તેને નવું ઉર્દૂ નામ આપવામાં આવે છે – આ સામાન્ય રીતે જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે રાખી સાવંતે પહેલા બિઝનેસમેન રિતેશ સાથે લગ્ન કર્યા હતા અને રાખીએ આ લગ્ન ઘણા દિવસો સુધી છુપાવીને રાખ્યા હતા.રાખી સાવંત સિંગર મીકા સિંહ સાથેની બોલાચાલી બાદ ચર્ચામાં આવી હતી.ત્યારથી તેણી તેના વર્તન અને ઘણા મુદ્દાઓ પર તેના અભિપ્રાય માટે હેડલાઇન્સ બનાવતી રહે છે.રિતેશ પહેલાં રાખી જાહેરમંચ પર સ્વયંવર સિરીઝમાં પણ કેનેડિયન યુવક સાથે લગ્ન કરી ચુકી હતી પણ જે લગ્ન પણ લાંબા તક્યા નોહોતા,આમ લગ્ને લગ્ને કુંવારી રાખી સાવંતે ફાતિમા બાનો બની ફરી પબ્લિકસિટી સ્ટંટ કર્યો હોવાનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો માની રહ્યા છે.

Share Now