500 કરોડના ઠગાઈ કેસમાં મુંબઈના બિલ્ડર મહેશ ઓઝાની ધરપકડ

122

– કર્ણાટકના રોકાણકારો સાથે છેંતરપિંડીની એકથી વધુ ફરિયાદો
– કરણ ગ્રુપ ઓફ બિલ્ડર્સના મહેશ ઓઝાને 10 દિવસની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલવા પીએમએલએ કોર્ટનો હુકમ

મુંબઈ, તા.13 જાન્યુઆરી-2023, શુક્રવાર: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મુંબઈના કરણ ગૂ્રપ ઓફ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સના પ્રમોટર મહેશ ભૂપતરાય ઓઝાની રૃ. ૫૦૦ કરોડથી વધુ રકમની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે.ઓઝાને સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.કોર્ટે તેમને ૧૦ દિવસની ઈડી કસ્ટડીમાં મોકલી દીધા હતા.

ઈડીએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણના નામે છેતરપિંડી કરવા સંબંધિત તેમના સામે અનેક એફઆઈઆર નોંધવામાં આવી છે.
અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે ફરિયાદીઓએ વિવિધ જૂથો અને વ્યક્તિઓ દ્વારા હાથ ધરાયેલા વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં કુલ રૃ.૫૨૬ કરોડનું રોકાણ કર્યું હતું.ત્યારબાદ,આ રકમ જુદી જુદી વ્યક્તિઓને ચૂકવવામાં આવતી હોવાનું અને બેન્કમાં એન્ટ્રી દર્શાવીને રોકડ અને કમિશન એકત્ર કર્યાનું દર્શાવી ઉચાપત થઈ હતી. આ રકમમાંથી ૧૨૧.૫ કરોડની રકમનું ઓઝાના નેતૃત્વ હેઠળના કરણ ગૂ્રપ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ દ્વારા હાથ ધરવામાં આવેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં આવ્યું હતું.આ રકમ વિવિધ એકમો મારફત લાવીને બાદમાં ઓઝા દ્વારા અન્ય એકમો અને લોકોના નેટવર્ક થકી ડાયવર્ટ કરવામાં આવી હતી.ઓઝાની અગાઉ સીઆઇડી,બેંગલુરુ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.ત્યાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાયો હતો.

Share Now