ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ લંબાવાયો

109

– દિલ્હીમાં યોજાઈ રહેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકમાં નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ વધારવાની જાહેરાત કરાઈ
– અમિત શાહે કહ્યું કે, 2024ની ચૂંટણીમાં અમે 19થી વધુ બેઠકો જીતીશું. 2024માં મોદી જ PM બનશે

નવી દિલ્હી, તા.17 જાન્યુઆરી-2023, મંગળવાર : રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી બેઠક યોજાઈ રહી છે.આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ વધુ એક વર્ષ લંબાવવાની ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી.સાથે જ તેમણે કહ્યું કે, સંગઠનનો વિસ્તાર વધારવામાં જે.પી.નડ્ડાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.આગામી 2024ની લોકસભા ચૂંટણી તેમના નેતૃત્વ હેઠળ જ લડવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, 2024ની લોકસભાની ચૂંટણીમાં અમે 19થી વધુ બેઠકો જીતીશું.તેમણે કહ્યું કે, 2024માં મોદી જ વડાપ્રધાન બનશે.

દરમિયાન જે.પી.નડ્ડાએ નેતાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, 2024માં જીતવું હોય તો આ વર્ષે 9 રાજ્યોમાં યોજાનાર ચૂંટણી જીતવી પડશે.ભાજપનું મિશન 2024 મુજબ મહત્વપૂર્ણ મનાઈ રહેલી રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકમાં આ વર્ષે યોજાનારી ચૂંટણીઓ અંગેની રણનીતિ પર ચર્ચા થશે તેમજ ગત વર્ષે યોજાયેલી ચૂંટણીના પરિણામો અંગે પણ ચર્ચા થશે.હિમાચલ પ્રદેશમાં ભાજપની હાર થઈ હતી,જ્યારે ગુજરાતમાં ભાજપે સત્તા પર કબજો મેળવવામાં સફળતા મેળવી છે.

Share Now