– પોલીસે 7 લાખનો દારૂ તેમજ 4 વાહનો મળી 13.68 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
કામરેજ : જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટિમ પેટ્રોલીંગ પર હતી જે સમયે બાતમી આધારે પોલીસની એક ટીમે વેલાંજા ખાતે તળાવની બાજુમાં ખુલ્લી જગાયમાં રેડ કરી ત્યાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ તેમજ 4 વાહનો કબ્જે લીધા હતા પોલીસે 13.68 લાખની વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમના પી.એસ.આઈ.એલ.જી.રાઠોડ સાહેબ તેમજ હે.કો.યોગેશભાઈ શ્રવણભાઈ નાઓ કામરેજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરત શહેર ખાતે રહેતો માંગીલાલ મારવાડી થતા ઘલૂડી ખાતે રહેતો રઘુ ભકાભાઈ સભાડ ભેગા મળી તેમના સાગરીતો સાથે વેલાંજા ગામની સીમમાં તળાવની બાજુમાં આવેલ ખુલ્લા કમ્પાઉન્ડમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી રાખી અલગ અલગ વાહનોમાં ભરી સગેવગે કરવાની ફિરાકમાં છે.જે બાતમી આધારે પોલીસની એક ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા પોલીસ દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરનાર અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા.પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ 05 RE 5800 તેમજ સ્વિફ્ટ કાર GJ 06 FC 8358 તેમજ નંબર વગરની હોંડા સાઈન મોટરસાયકલ અને સુઝુકી એક્સેસ મોપેડ GJ 05 LY 5800 તેમજ જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂની કુલ 5280 બોટલ કિંમત 7 લાખની મળી કુલ 13.68 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.જ્યારે પોલીસે ગુનામાં સનડોવાયેલા માંગીલાલ મારવાડી તેમજ રઘુ ભકાભાઈ સભાડ સહિત કુલ 7 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.