રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ રીલ્સ બનાવી રૌફ જમાવ્યો, રિવોલ્વર સાથે કારના બોનેટ પર બેઠો

142

– પુત્રએ પિતાની પરવાનાવાળી રિવોલ્વર લઈને તેની તસવીર ખેંચાવી અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી

રાજકોટ, 23 જાન્યુઆરી 2023 સોમવાર : સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી રહી છે.રાજકોટમાં ખુદ સત્તાધારી પક્ષ ભાજપના મહિલા કોર્પોરેટરના સુપુત્રએ પિતાની રિવોલ્વર લઈને રીલ્સ બનાવી છે.આ રીલ્સ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.આવી અનેક રીલ્સ પર પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ આ ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર હોવાથી તેની સામે કાર્યવાહી થશે કે નહીં તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.આ રીલ્સમાં ‘હું જે કાંઈ કામ ધારું એ મારી મેલડી’નો અવાજ આપવામાં આપવામાં આવ્યો છે.

તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરી

રાજકોટમાં વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પુત્ર નિલેશ કારના બોનેટ પર બેસીને કમર પર રિવોલ્વર લગાવી છે.બીજા હાથે ફોન પર વાત કરી રહ્યો છે એવી રીલ્સ બનાવી છે.તેણે આ રિલ્સની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરી છે.રીલ્સમાં જીજે-03-એમબી-1009 નંબરની સિલ્વર કલરની કારના બોનેટ પર એક પગ વાળી અને એક પગ લાંબો કરી ઠાઠમાઠથી બેઠેલો નજરે પડે છે.

પુત્ર નિલેશ પાસે હથિયાર પરવાનો નથી

કોર્પોરેટર દેવુબેનના પુત્ર નિલેશ પાસે હથિયાર પરવાનો નથી,પરંતુ થોડા દિવસ પૂર્વે ઘરે પ્રસંગ હતો ત્યારે પુત્રે પિતા મનસુખ જાદવની પરવાનાવાળી રિવોલ્વર લઈને તેની તસવીર ખેંચાવી હતી,ગુનાહિત બેદરકારી દાખવનાર મનસુખ જાદવ અને તેના પુત્ર સામે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ એના પર હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે.

Share Now