અદાણી ગ્રુપ અંગે હિન્ડનબર્ગે રજૂ કરેલો રિપોર્ટ અત્યારે ચર્ચામાં છે.રિપોર્ટને લીધે અદાણીના શેરમાં 20-25% તૂટ્યા છે.અદાણીએ રિપોર્ટ પછી 413 પાનામાં પ્રતિક્રિયા આપી છે.હવે હિન્ડનબર્ગે અદાણીને જવાબ આપી વળતો પ્રહાર કર્યો છે.
હિન્ડનબર્ગનો તર્ક : અદાણીના જવાબથી કોઈ પુષ્ટી થતી નથી.
હિન્ડનબર્ગે કહ્યું છે કે, અદાણી ગ્રુપે જે સવાલનો જવાબ આપ્યો છે તેનાથી કઈ પુષ્ટી થતી નથી.હિન્ડનબર્ગનું કહેવું છે કે, રાષ્ટ્રવાદની આગળ રાખી તે દગાખોરીથી બચી શકે તેમ નથી.અદાણી ગ્રુપે તેના જવાબમાં કહ્યું છે કે, ભારત દેશના આ ગ્રુપ અને તેના વિકાસ પર સમજી વિચારેને કરેલો હુમલો છે.ઉલ્લેખનીય છે કે, હિન્ડનબર્ગે 106 પાનાનો એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.જેમાં અદાણી ગ્રુપમાં ઘણી ગંભીર અનિયમિતતા અંગે દાવો કરવામાં આવ્યો હતો.
હિન્ડનબર્ગે માન્યું કે, ભારત એક જીવંત લોકતંત્ર,એમાં કોઈ શંકા નથી.
અદાણી ગ્રૂપ તરફથી આપવામાં આવેલાં જવાબ અંગે પ્રતિક્રિયા આપતાં શોર્ટ સેલર હિન્ડનબર્ગે કહ્યું કે, તે એવું માને છે કે, ભારત એક જીવંત લોકતંત્ર છે અને એક રોમાંચક ભવિષ્ય સાથે ઊભરતી મહાશક્તિ છે.અહીં અદાણી ગ્રુપ તેના વિકાસની ગાથાને રોકી રહ્યું છે.હિન્ડનબર્ગે અદાણી ગ્રુપના આ આરોપોને નકાર્યા છે.તેમનો આ રિપોર્ટ ભારત પર હુમલો છે.હિન્ડનબર્ગનું કહેવું છે કે, દગાખોરી અને રાષ્ટ્રવાદ અને તેની વચ્ચે ચાલતી પ્રકિયાને પ્રભાવિત કરી શકાય નહીં.અદાણી તરફથી આપવામાં આવેલાં જવાબમાં મુખ્ય આરોપને નકારવામાં આવ્યા છે.
અદાણી ગ્રુપનો દાવો: ગ્રુપને બદનામ કરવા માટે ખોટી માહિતીનો ઉપયોગ.
આ પહેલાં અદાણી ગ્રુપે રવિવારે હિન્ડનબર્ગના રિપોર્ટમાં આપવામાં આવેલાં સવાલનો જવાબ આપતાં જણાવ્યું કે, આ ખૂબ જ ચિંતાની વાત છે કે, કોઈ પણ વિશ્વસનીયતા અથવા નૈતિકતા વગર હજારો કિલોમીટર દૂર બેસેલી એક સંસ્થા અમારા રોકાણકારો પર ગંભીર અને પ્રતિકૂળ પ્રભાવ પાડી રહી છે.આવું પહેલાં ક્યારેય થયું નથી.અદાણી ગ્રુપ તરફથી પહેલાં પણ કહેવામાં આવ્યું છે કે, હિન્ડનબર્ગનો આ રિપોર્ટ એવા સમયે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જ્યારે દેશના સૌથી મોટા FPOની જાહેરાત કરવામાં આવી છે.અદાણી ગ્રૂપે કહ્યું છે કે, હિન્ડનબર્ગના રિપોર્ટને તૈયાર કરવા માટે યોગ્ય રીતે રિસર્ચ કરવામાં આવ્યું નથી અને આ રિપોર્ટ સ્વતંત્ર પણ નથી.હિન્ડનબર્ગે ખોટી માહિતીનો ઉપયોગ કરીને ગ્રુપને બદનામ
કરવા માટે આવું કર્યું છે.