એકબાજુ ડૉકટર અને નર્સની સાથે તમામ હેલ્થ વર્કર્સ કોરોના દર્દીઓ જીવ બચાવી રહ્યા છે. બીજીબાજુ તબલીગી જમાતના કોરોના શંકાસ્પદ ખરાબ એકદમ નીચલી કક્ષા પર ઉતરી આવ્યા છે. ગાઝિયાબાદના એમએમજીમાં દાખલ જમાતી સતત હોસ્પિલ સ્ટાફની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. આટલું જ નહીં આ લોકો નર્સોની સામે જ કપડાં બદલવા માટે કપડા ખોલી દે છે.હવે જિલ્લા પ્રશાસન આ લોકોને જેલની બેરકમાં બંધ કરવાનું વિચારી રહ્યા છે.
હોસ્પિટલના સીએમએલસ રવિન્દ્ર રાણાએ કહ્યું કે તબલીગી જમાત સાથે જોડાયેલા જે કોરોના શંકાસ્પદને દાખલ કરાયા છે તેમનો વ્યવહાર ખૂબ જ ખોટો છે. રવિન્દ્ર રાણાએ કહ્યું કે જમાતી સતત અશ્લીલ હરકતો કરી રહ્યા છે. આ લોકો હોસ્પિટલ સ્ટાફની સાથે દુર્વ્યવહાર કરે છે, નર્સોની સામે જ કપડાં બદલવા લાગે છે અને નાની-નાની વાત પર હોબાળો કરે છે.
મળતી માહિતી પ્રમાણે ગાઝિયાબાદ જિલ્લા પ્રશાસન આ લોકોની વિરૂદ્ધ રિપોર્ટ નોંધાવ્યો છે અને તેમને જેલની બેરકમાં જ બંધ કરવા પર વિચાર ચાલી રહ્યું છે. હોસ્પિટલમાં સ્ટાફની સાથે અશ્લીલ હરકતો કરવી, હોબાળો કરવો અને નિયમોનું ઉલ્લંઘન કરવાના કેસમાં 6 જમાતીયાઓની વિરૂદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે.
બીજીબાજુ બિહારમાં તબલીગી જમાતના લોકોની તપાસમાં ગયેલી ટીમ પર હુમલો થયો.
નિઝામુદ્દીનથી દેશભરમાં ફેલાયા જમાતી
દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં થયેલા તબલીગી જમાતના કાર્યક્રમ બાદ દેશમાં કોરોનાના હજારો કેસ સામે આવવાની આશંકા વ્યકત કરાય છે. તેમાંથી હજુ સુધી લગભગ 400 કોરોના સંક્રમિત લોકો મળી ચૂકયા છે. નિઝામુદ્દીન મરકઝથી 2 થી 3 હજાર લોકોની કાઢવામાં આવ્યા છે. કેટલાંય રાજ્યોમાં ફેલાયેલા જમાતના લોકોને અલગ-અલગ રાજ્યોની હોસ્પિટલોમાં જ એડમિટ કરાય છે.