RBIએ NEFT-RTGS સિસ્ટમમાં કર્યા મોટા ફેરફારો, બહાર પાડી નવી માર્ગદર્શિકા

113

– ગૃહ મંત્રાલયની સૂચનાને પગલે NEFT-RTGS સિસ્ટમમાં કર્યા ફેરફાર
– આ નિર્દેશો 15 માર્ચ, 2023થી અમલમાં આવશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ સંબંધિત વ્યવહારો માટે NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફારો કર્યા છે.આ નિર્દેશો 15 માર્ચ, 2023થી અમલમાં આવશે. RBIએ પરિપત્રમાં જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયની હાલની જરૂરિયાતોના સંદર્ભમાં,વ્યવહારો માટે દાતાનું નામ,સરનામું,મૂળ દેશ,રકમ,ચલણ અને રેમિટન્સનો હેતુ સહિતની તમામ વિગતો રેકોર્ડ કરવી જરૂરી છે.

RBIએ ગૃહ મંત્રાલયની સૂચનાને પગલે NEFT-RTGS સિસ્ટમમાં કર્યા ફેરફાર

કેન્દ્રીય બેંકે બેંકોને NEFT અને RTGS દ્વારા SBIને વિદેશી દાન મોકલતી વખતે સંબંધિત વિગતો મેળવવા માટે જરૂરી ફેરફારો કરવા જણાવ્યું છે.તાજેતરમાં, ગૃહ મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને વિદેશથી પૈસા મોકલનારા લોકોની દૈનિક ધોરણે રિપોર્ટ કરવા સૂચના આપી છે. FCRA હેઠળ વિદેશી યોગદાન ફક્ત SBIની નવી દિલ્હી મુખ્ય શાખાના FCRA ખાતામાં જ હોવું જોઈએ. વિદેશી બેંકો તરફથી FCRA ખાતામાં યોગદાન SWIFT દ્વારા અને ભારતીય બેંકો તરફથી NEFT અને RTGS દ્વારા મોકલવામાં આવે છે.

2,000 NGO માટે FCRA નોંધણી રદ્દ કરાઈ

2014માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવી ત્યારથી FCRA સંબંધિત નિયમો કડક કરવામાં આવ્યા છે.આ હેઠળ, કાયદાની વિવિધ જોગવાઈઓના ઉલ્લંઘન માટે લગભગ 2,000 બિન-સરકારી સંસ્થાઓની FCRAએ નોંધણી પણ રદ્દ કરવામાં આવી છે.

Share Now