રશિયામાં મહિલા સંરક્ષણ અધિકારીએ 16મા માળેથી ઝંપલાવ્યું, પુટિન કનેક્શનની ચર્ચા

106

– ટોચના અધિકારી મરીના યાંકિનાનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું
= તે રશિયન સંરક્ષણ મંત્રાલયના નાણાકીય સહાય વિભાગની મુખ્ય અધિકારી હતી

શિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના વધુ એક ટોચના અધિકારી મરીના યાંકિનાનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે.તેના લીધે ફરીવાર હવે પુટિન ચર્ચામાં આવી ગયા છે. 58 વર્ષીય મરીના યાંકિના નામની સંરક્ષણ અધિકારીનું મોત બિલ્ડિંગના 16મા માળેથી પડી ગયા બાદ થયું છે.તે રશિયન સંરક્ષણ મંત્રાલયના નાણાકીય સહાય વિભાગની મુખ્ય અધિકારી હતી.

મરીના યાંકિનાનું મોત 160 ફૂટ નીચે પટકાતા થયું છે

મરીના યાંકિનાનું મોત 160 ફૂટ નીચે પટકાતા થયું છે.રશિયાની તપાસ સમિતિએ યાંકિનાના મૃત્યુની પુષ્ટી કરી હતી.એક અહેવાલ અનુસાર યાંકિનાએ તેના મૃત્યુ પહેલા પતિને ફોન કર્યો હતો અને તેમને જાણ કરી હતી કે તે શું કરવાનો ઈરાદો ધરાવે છે.તેમણે પતિને પોલીસને ફોન કરવા પણ કહ્યું હતું.આ કોલના થોડાક જ મિનિટો બાદ તે મૃત અવસ્થામાં મળી આવી હતી.મરીના યાંકિનાનું મૃત્યુ રહસ્યમય મનાઈ રહ્યું છે.તેના લીધે હવે ફરીવાર પુટિન સરકાર સામે સવાલો ઊઠી રહ્યા છે.

Share Now