છોટા ઉદેપુર તાલુકા પંચાયત કચેરીના આસીસ્ટન્ટને રૂ. 4 હજારની લાંચ લેતા ACBએ દબોચ્યો

113

છોટા ઉદેપુર, તા. 22 ફેબ્રુઆરી 2023, બુધવાર : રાજ્યમાં દિવસેને દિવસે લાંચ લેવાના કિસ્સા વધતા જાય છે.એ પછી સરકારી કર્મચારી હોય કે અધિકારી હોય નાનામાં નાનું કામ કરવા માટે પણ લાંચ લેવાનો એક મોકો છોડતા નથી.ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પોતાની જમીન સમતલ કરવાના કામે આરોપીએ લાંચ માંગી હતી.અને ફરિયાદી લાંચ આપવા ન ઇચ્છા હોવાથી એસીબીને જાણ કરી હતી અને છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો.

આ બનાવની વિગત મુજબ આ કામના ફરીયાદીની સર્વે નં. 218વાળી પોતાની જમીન સમતલ કરવાના કામે આ કામના આરોપી છોટાઉદેપુરમાં તાલુકા પંચાયત કચેરીના આસીસ્ટન્ટ રમેશભાઇ અંબાલાલભાઇ ઠાકોરે રૂા.4000ની લાંચની માંગણી કરી હતી. જેનું ફરીયાદીએ તેઓના મોબાઇલમાં પ્રિ-રેકોડીંગ કરી લીધુ અને જે લાંચની રકમ આ કામના ફરીયાદી આપવા માંગતા ન હતા. તેથી નર્મદા એ.સી.બી. રાજપીપળાનાઓ રૂબરૂ ફરીયાદ જાહેર કરી હતી.ત્યારબાદ ફરીયાદીની ફરીયાદનાં આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કામના આરોપી છોટાઉદેપુરમાં તાલુકા પંચાયત કચેરીના આસીસ્ટન્ટ રમેશભાઇ અંબાલાલભાઇ ઠાકોરે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને રૂપિયા 4000ની લાંચની માંગણી કરી હતી.આ લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ જતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લાંચીયાઓને અટકાવવા માટે અને લાંચ લેતા કિસ્સાઓ ઓછા કરવા માટે જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે.જેથી કરીને નાના કામ માટે પણ લાંચ લેતા લાંચીયાઓ બીજી વખત લાંચ લેતા પહેલા વિચારશે.

Share Now