સુરત, 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર : ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ અને સંપત નહેરા ગેંગના કુલ 7 સાગરીતોની સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરમાંથી ધર દબોચ્યા છે.આ તમામની સુરતના પીપલોદ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે અને તેમની સાથે સંકળાયેલા વિવિધ કેસોમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે રાજસ્થાનના જુજનું જીલ્લાના પીલાની શહેરના દિગ્પાલ પીલાની ગેંગ સાથેની આંતરિક રંજીસના કારણે લોરેન્સ બિસ્નોઈ/સંપત નહેરા ગેંગના દેવેન્દ્રસિહ શેખાવત તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી સુરતમાં આશ્રરો આવ્યો છે અને અત્યારે તેઓ પીપલોદ સ્થિત સારસ્વત નગરમાં છુપાયેલો છે.માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી ૭ વ્યક્તિની ધરપકડ કરી હતી
કોની કોની ધરપકડ
ધરપકડ કરાયેલી વ્યક્તિમાં દેવેન્દ્રસિહ મદનસિહ શેખાવત,પ્રવીણસીહ ભગવાનસિહ રાઠોડ, કિશનસિંગ ઉર્ફે ક્રિશ્ના સિહ શ્રવણસિહ રાઠોડ,પ્રતીપાલસિહ જીતસિહ તવર, અજય સિહ રોહિતા સિંહ ભાટી,અજયસિહ રોહિતાસ સિહ ભાટી,રાકેશ રમેશકુમાર સેનનો સમાવેશ થતો હતો.
દેવેન્દ્રસીંગ શેખાવત ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
પોલીસ દ્વારા દેવેન્દ્રસિંહ શેખાવતની ધરપકડ કરવામાં આવી છે.તે ભૂતકાળમાં અનેક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.રાજસ્થાનના જંજનુ જીલ્લાના પીલાની શહેરમાં શરાબની દુકાનના ઠેકાના ટેન્ડરની અદાવતમાં કુખ્યાત લોરેન્સ બીસ્નોઇ/સંપત નહેરા ગેંગના રાજસ્થાનના સક્રિય સદસ્ય દેવેન્દ્રસિંહ શેખાવત ઉપર ઘાતક હથિયારો સાથે ૧૪ જુલાઇ ૨૦૨૨ ના રોજ રાજસ્થાનના જયપુર શહેરના ભાકરોટા થાના વિસ્તારમાં દિગ્પાલ પીલાની ગેંગ દ્રારા હુમલો કરવામાં આવ્યો હતો.

