– ઉદ્ધવની તરફેણમાં જનતાની ભાવના BJPની છબીને નુકસાન પહોંચાડી શકે છે
મુંબઈ, તા. 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર : ખાસ વાત તો એ છે કે ફડણવીસે ગત વર્ષે નવેમ્બરમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાને ‘ભાજપના બદલા’ સાથે જોડ્યો હતો.હાલના દિવસોમાં ઠાકરે પરિવારને અનુલક્ષીને BJPના સૂર નરમ જોવા મળી રહ્યો છે.નિષ્ણાતો તેના તાર રાજકીય પરિસ્થિતિ સાથે જોડી રહ્યા છે.
શિંદે જૂથને ‘શિવસેના’ નામ અને પ્રતીક (ધનુષ અને તીર) સોંપવાના ભારતના ચૂંટણી પંચ (ECI)ના નિર્ણય પછી ઉદ્ધવ સતત BJP પર પ્રહાર કરી રહ્યા છે.તેમણે કહ્યું હતું કે તેમના પિતાની વિરાસતને ચોરી કરવામાં આવી છે.આ સાથે જ તેમણે બદલો લેવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવંગત બાળ ઠાકરે દ્વારા બનાવવામાં આવેલી પાર્ટીને માત્ર ઠાકરે પરિવાર સાથે જોડીને જોવામાં આવે છે.આવી સ્થિતિમાં અનેક વફાદારો ચૂંટણી પંચની કાર્યવાહીને BJPથી પ્રભાવિત માની રહ્યા છે.
BJP કેમ સતર્ક થઈ ગયું?
એવું માનવામાં આવે છે કે BJP એ જાણે છે કે જો ઉદ્ધવ લોકો વચ્ચે ‘છેતરપિંડી’ની વાત સ્થાપિત કરવામાં સફળ થશે,તો પરિસ્થિતિ બદલાઈ શકે છે.એક મીડિયા રિપોર્ટ પ્રમાણે BJPના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું હતું કે, ‘પાર્ટીના નામ અને ચિહ્નની જંગ ઉદ્ધવ સેના અને શિંદે જૂથ વચ્ચે હતી પરંતુ ઉદ્ધવની તરફેણમાં જનતાની ભાવના BJPની છબીને નુકસાન પહોંચાડશે.’ અમારે આ વર્ષે યોજાનારી BMC ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલા સાવચેતીપૂર્વક રોડમેપ બનાવવો પડશે.
આ સાથે જ અન્ય નેતાઓનું માનવું છે કે પાર્ટીનો ઈરાદો 2019ને લઈને ઉદ્ધવને સબક શીખવાડવાનો હતો. ત્યારે ઉદ્ધવ NDA છોડીને NCP અને કોંગ્રેસ સાથે જતા રહ્યા હતા.હવે BJPના કેટલાક નેતા માને છે કે હવે બધુ બરાબર છે તો આગળ વધવું જોઈએ.
NCP અને કોંગ્રેસ પણ BJPને ઘેરી રહ્યા છે
આ બાજુ મહાવિકાસ અઘાડીમાં શિવસેનાની સાથે રહેલી NCP અને કોંગ્રેસનો પણ BJP પર પ્રહાર ચાલું છે.અજીત પવારનું કહેવું છે કે, ‘દુનિયા જાણે છે કે શિવસેનાની રચના બાલ ઠાકરેએ કરી હતી.શિવસેનાનો તીર અને કમાન પ્રતીક પણ અધિકાર છે.જો તમે તેમની પાસેથી તેમના અધિકારો છીનવશો,તો તે અન્યાય છે.લોકોને આ નહીં ગમે.’ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ પણ BJP પર આક્ષેપો કર્યા છે.