લાખો સરકારી કર્મચારીઓને મોદી સરકારે મોજ કરાવી દીધી, પગારમાં સીધો 27 હજારનો વધારો

300

નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી-2023, મંગળવાર : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 1 માર્ચનો દિવસ ખૂબ જ ખાસ છે.શું તમે પણ મોંઘવારીના ભથ્થાની એટલે કે DA હાઇકની રાહ જોઈ રહ્યા છો…? તો આવતીકાલે લાખો કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળવાની છે.આવતીકાલે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર સ્ટેમ્પ લગાવવામાં આવશે.આ સાથે વધેલા DA (મોંઘવારી ભથ્થા)ની જાહેરાત કરવામાં આવશે. એટલે કે માર્ચ મહિનામાં કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવાનો છે.તમને જણાવી દઈએ કે પગારમાં 27312 રૂપિયાનો ચોક્કસ વધારો થયો છે.

આવતીકાલે કેબિનેટની બેઠક મળશે

તમને જણાવી દઈએ કે કેબિનેટની બેઠક 1 માર્ચના રોજ થવાની છે.આ બેઠકમાં મોંઘવારી ભથ્થાને મંજૂરી મળી શકે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા સુધીનો વધારો થઈ શકે છે.જો 4 ટકા ડીએ મંજૂર થાય છે,તો માર્ચ મહિનામાં કર્મચારીઓને 42 ટકાના દરે ડીએ મળશે.આ સમયે કર્મચારીઓને 38 ટકાના દરે ડીએનો લાભ મળી રહ્યો છે.

પગારમાં કેટલો વધારો થશે?

કેબિનેટની બેઠકની મંજૂરી મળ્યા બાદ જ મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે.આ પછી જ કર્મચારીઓના ખાતામાં તગડો પગાર જમા થશે.આ સાથે કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના એરિયર્સના રૂપમાં પૈસા મળશે. 4 ટકા ડીએ વધારા બાદ કર્મચારીઓનો પગાર 720 રૂપિયા પ્રતિ માસથી વધીને 2276 રૂપિયા પ્રતિ માસ થવાનો છે.

કર્મચારીઓના પગારમાં 27312 રૂપિયાનો વધારો

જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 18000 રૂપિયા છે,તો તેના પગારમાં દર મહિને 720 રૂપિયાનો વધારો થશે,એટલે કે વાર્ષિક ધોરણે કર્મચારીઓના પગારમાં 8640 રૂપિયાનો વધારો થશે.બીજી તરફ જો કર્મચારીઓનો બેઝિક પગાર 56900 રૂપિયા પ્રતિ માસ હોય તો તેમના પગારમાં દર મહિને 2276 રૂપિયાનો વધારો થશે એટલે કે વાર્ષિક ધોરણે પગારમાં 27312 રૂપિયાનો વધારો થશે.

જુલાઈમાં પણ ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે જો કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો થશે તો મોંઘવારી ભથ્થું 42 ટકાના દરે પહોંચી જશે.જુલાઈ 2022માં પણ સરકારે કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો હતો. DA અને DRમાં વધારાથી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.

Share Now