પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય, છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર પ્રતિબંધ

102

– મંદિર ટ્રસ્ટીઓ દ્રારા આ નિર્ણય સ્વચ્છતાને લઇને કરવામાં આવ્યો
– વેપારીઓ છોલેલું શ્રીફળ વેચશે તો દંડ કરવામાં આવશે

અમદાવાદ, 14 માર્ચ 2023, મંગળવાર : રાજ્યના પવિત્ર યાત્રાધામામાંથી એક એવા પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યના વધુ એક મંદિરમાં પ્રતિબંધિત નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરે હવે કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લઈને જઈ શક્શે નહીં.આ મંદિરના ટ્રસ્ટે ભક્તો માટે છેલ્યા વિનાનું આખુ નાળિયેર માતાજીને ધરીને પોતાની ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો છે.મંદિર ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલો આ નિર્ણય સ્વચ્છતાને લઇને કરવામાં આવ્યો છે.

મંદિરની નજીક વેપારી છોલેલું શ્રીફળ વહેંચી નહી શકે

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક એવા પાવાગઢ માતાજીના મંદિરે દરરોજ હજારો ભક્તો મુલાકાતે જતા હોય છે.આ ભક્તો માતાજીને પ્રસાદી રુપે શ્રીફળ,ચૂંદળી ધરાવતા હોય છે.આજે મંદિરના ટ્રસ્ટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવેથી ભક્તો મંદિરની અંદર છોલ્યા વિનાનું આખુ નાળિયેર ઘરાવવાનું રહેશે અને ત્યારબાદ તે નાળિયેર ધરાવીને ઘરે લઈ જવાનુ રહેશે.આ ઉપરાંત મંદિરની નજીક કોઈ વેપારીઓને પણ છોલેલા શ્રિફળ વહેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જો કોઈ વેપારી પાસેથી છોલેલુ શ્રીફળ મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.વેપારી છોલેલુ શ્રીફળ વેચશે તો તેને દંડ કરવામાં આવશે.મંદિરના ટ્રસ્ટીઓએ આ નિર્ણય સ્વચ્છતાને લઈને કરવામાં આવ્યો છે.આ નિયમ આગામી 20મી માર્ચથી લાગુ પડશે.

વેપારીઓ અને ભક્તોમાં નારાજગી

પાવાગઢ મંદિરના ટ્રસ્ટી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી તમામ ભક્તો અને સ્થાનિક વેપારીઓમાં નારાજગી જોવા મળી રહ્યો છે.આ નવો નિયમના કારણે સ્થાનિક વેપારીમાં આક્રોશ છે.આ નિર્ણય છ દિવસ બાદથી જ લાગુ પડશે.

Share Now