સરકારે આખરે સ્વીકાર્યું ! રાજ્યના બે જિલ્લાની 54 સ્કૂલોમાં એક શિક્ષકથી શૈક્ષણિક કાર્ય ચાલે છે

96

એક તરફ રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં ઉત્તમ એજ્યુકેશન મળી રહે તે માટે નવા નવા પ્રોત્સાહન માટેની વાતો કરવામાં આવી રહી છે,ત્યારે બીજી તરફ શિક્ષકોની સંખ્યામાં મોટી ઘટ જોવા મળી રહ્યો છે.જેમાં સરકારી શાળાઓમાં અંગ્રેજી અને હિન્દી મીડિયમની સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી ઘટ રહેલી હોવાનું સામે આવ્યું છે.ગુજરાતમાં ફરી એકવાર શિક્ષણનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો છે.આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલાં રાજ્યમાં શિક્ષણ અને સ્કૂલોનો મુદ્દો ઉઠાવ્યો હતો.હવે આ મુદ્દે વિધાનસભા ગૃહમાં પણ ચર્ચાઓ છે.આજે સત્રમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં સરકારે સ્વીકાર્યું હતું કે, રાજ્યના બે જિલ્લાની 54 શાળામાં માત્ર એક જ શિક્ષકથી શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે.

શિક્ષણમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો

સરકારે વિધાનસભામાં કબૂલ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની 46 શાળાઓ,જામનગર જિલ્લાની 8 શાળાઓ,કલ્યાણપુર તાલુકાની 16 શાળાઓ,ખંભાળિયા અને ભાણવડ તાલુકાની 12 -12 શાળાઓમાં હાલ માત્ર એક જ શિક્ષકના આધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે.ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત આહિરના સવાલના જવાબમાં શિક્ષણમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો.

પોરબંદર જિલ્લાની 7 શાળામાં કમ્પાઉન્ડ વોલ નથી

બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સવાલના જવાબમાં શિક્ષણ વિભાગે પોરબંદર અને જૂનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓનો અભાવ હોવાનું સ્વીકાર્યું હતું.જૂનાગઢ જિલ્લાની 127 શાળાઓ,પોરબંદર જિલ્લાની 9 શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનું શિક્ષણ વિભાગે સ્વીકાર્યું છે.જ્યારે પોરબંદર જિલ્લાની 7 શાળાઓમા વીજળીનું કનેક્શન પણ નથી તેમજ જૂનાગઢ જિલ્લાની 54 અને પોરબંદર જિલ્લાની 7 શાળામાં કમ્પાઉન્ડ વોલ નથી.

આ મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન અમદાવાદ દાણીલીમડા ધારાસભ્ય શૈલેષ પરમારે શિક્ષણ મંત્રીને પ્રશ્ન પુછ્યો હતો.ત્યારે અમદાવાદ અને ગાંધીનગર સરકારી પ્રાથમિક શિક્ષકોની ઘટ મામલે શિક્ષણ મંત્રીએ જવાબ રજૂ કર્યો છે.અમદાવાદ શહેરમાં ધોરણ 1 થી 5 શિક્ષકોની 965 ઘટ સામે આવી છે.

અમદાવાદ અને ગાંધીનગર સરકારી પ્રાથમિક શિક્ષકોની ઘટનો આંકડો સામે આવ્યો છે.અમદાવાદમાં ધોરણ 1 થી 5 શિક્ષકોની 388 ઘટ છે.અમદાવાદ શહેરમાં ધોરણ 1 થી 5 શિક્ષકોની 965 ઘટ છે.ગાંધીનગરમાં ધોરણ 1 થી 5 શિક્ષકોની 133 ઘટ સામે આવી છે.ત્યારે ગાંધીનગર શહેરમાં માં ધોરણ 1 થી 5 શિક્ષકોની 34 ઘટ સામે આવી છે.સરકારે ખુદ સ્વીકાર્યું છે કે, શિક્ષકોની ઘટ છે.

ધોરણ 6 થી 8 વિષયવાર શિક્ષકોની ઘટ

ભાષાના શિક્ષકોનીઘટ
અમદાવાદમાં :-59
અમદાવાદ શહેરમાં:-43
ગાંધીનગરમાં :-59
ગાંધીનગર શહેરમાં:-07

ગણિત -વિજ્ઞાન શિક્ષકોની ઘટ

અમદાવાદમાં :-105
અમદાવાદ શહેરમાં:-62
ગાંધીનગર:-49
ગાંધીનગર શહેરમાં :-06

સામાન્ય વિજ્ઞાન શિક્ષકોની ઘટ

અમદાવાદમાં :-71
અમદાવાદ શહેરમાં:-15
ગાંધીનગર:-66
ગાંધીનગર શહેરમાં :-20

Share Now