ઇઝરાયલ,જર્મની અને ફ્રાન્સમાં સરકારની વિરુદ્ધ લોકોનો આક્રોશ

115

– ફ્રાન્સ અને ઇઝરાયલમાં વિરોધ-પ્રદર્શનમાં ભારે હિંસા જોવા મળી રહી છે

ઇઝરાયલ,ફ્રાન્સ અને જર્મની એમ ત્રણેય દેશમાં જુદાં-જુદાં કારણસર લોકોનો ગુસ્સો એના લીડર્સ પર ફૂટી નીકળ્યો છે.લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા છે.ફ્રાન્સ અને ઇઝરાયલમાં વિરોધ-પ્રદર્શનમાં ભારે હિંસા જોવા મળી રહી છે,જ્યારે જર્મનીમાં ગઈ કાલે હડતાળના કારણે રેલ અને ટ્રેન સર્વિસ ખોરવાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ઇઝરાયલમાં સરકાર વિરોધી પ્રદર્શન ઉગ્ર બન્યું,હવે ડિપ્લોમૅટ્સ પણ જોડાયા ઇઝરાયલ અત્યારે એના ઇતિહાસમાં સૌથી ગંભીર ઘરેલુ કટોકટીનો સામનો કરી રહ્યું છે.ન્યાય વ્યવસ્થામાં ફેરફાર કરવાના સરકારના પ્લાનને લઈને હંગામો મચી ગયો છે.

હવે સરકારના આ પ્લાનની વિરુદ્ધની હડતાળમાં વિદેશોમાં ઇઝરાયલના મિશનોમાં ડિપ્લોમૅટ્સ પણ જોડાયા છે.આ મિશન્સમાં હવે માત્ર ઇમર્જન્સી સર્વિસ જ પૂરી પાડવામાં આવી રહી છે.આ વર્ષની શરૂઆતથી જ સરકારની વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે.જોકે હવે આ વિરોધ-પ્રદર્શનનું પ્રમાણ અને તીવ્રતા વધ્યાં છે. હજારો લોકો તેલ અવિવ અને અન્ય શહેરોના રસ્તાઓ પર ઊતરી આવ્યા છે.પોલીસ અને પ્રદર્શન કરનારાઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.

Share Now