મહામારીએ પાટણમાં ખાતુ ખોલાવ્યુ, પ્રથમ કેસઃ અમદાવાદમાં વધુ ૫ સહિત કુલ ૪૩ કેસઃ આજે અમદાવાદમાં ૧ મૃત્યુઃ રાજ્યમાં કુલ મોત ૧૦ : ગાંધીનગરના ૮૦ વર્ષના માજી કોરોના સામેનો જંગ જીત્યાઃ રાજ્યમાં ૧૪ દર્દીઓ કોરોનાથી મુકત થતા રજા : દર કલાકે ગરમ પાણીમાં હળદર નાખીને પીઓઃ રોગ પ્રતિકારક શકિત વધશેઃ આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે આવે ત્યારે સહકાર આપોઃ અગ્રસચિવ જયંતી રવિની અપીલઃ આરોગ્ય વિભાગ દ્વારા વધુ એક હેલ્પ લાઈન નંબર કાર્યરત
ગાંધીનગર, તા. ૪ : કોરોના વાયરસનુ પખવાડીયુ થવા આવ્યુ છે.આરોગ્ય વિભાગના અગ્રસચિવ શ્રી જયંતી રવિએ સચિવાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે આજની સ્થિતિ તરફ ધ્યાન આપીએ તો કુલ ૧૦૫ કેસો થયા છે.જેમા ૧૦ના મૃત્યુ નિપજ્યા છે.૧૦ નવા કેસો મળ્યા છે. ૧૪ લોકો સારવાર બાદ ઘરે ગયા છે.આજે પાટણ જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયા છે.૪૭ વર્ષના પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.તેમણે રાજ્યની પરિસ્થિતિ અંગેની વિગતો આપતા જણાવ્યુ હતુ કે મેડીકલ સુવિધામાં ૯૭૮ લોકોને સેવાઓ આપવામાં આવી છે.સરકાર સતત પ્રયત્નશીલ છે.કેસોમાં વધારો થવાની સંભાવના છે.સરકારની હાઈપાવર કમિટીના બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળતી રહે છે અને રાજ્યના જિલ્લામાંથી મળતી વિગતોની સમીક્ષા કરવામાં આવે છે અને ક્ષતિઓની ચકાસણી કરી નિર્ણય કરવામાં આવે છે.ભારત સરકારના આરોગ્ય તજજ્ઞો દ્વારા જણાવ્યા મુજબ ખાસ કરીને દર કલાકે ગરમ પાણીમા હળદર નાખી પીવાનો આગ્રહ રાખો.મેડીકલ ટીમ તપાસ માટે આવે તો સહકાર આપવાનો આગ્રહ રાખશો.નજામુદ્દીન અંગે પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યુ હતુ કે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.આજે મ્યુ. કમિશ્નરો અને કલેકટરો પાસેથી સતત વિગતો મેળવાઈ રહી છે.ગ્રામ્ય વિસ્તારમાં અને શહેર વિસ્તારમાં મેડીકલ ટીમને સતત કાર્યરત રાખવામાં આવી છે.
વિગતવાર માહિતી જોઈએ તો અમદાવાદ-૪૩, ભાવનગર-૯, ગાંધીનગર-૧૩, સુરત-૧૨, વડોદરા-૯, રાજકોટ-૧૦, ગીર સોમનાથ-૨, પોરબંદર-૩, પાટણ-૧, મહેસાણા-૧, કચ્છ-૧, મહેસાણા-૧ કેસો છે. કુલ ૧૦૫ કેસોમાંથી ૩૩ વિદેશી લોકો છે. આજથી એક સ્પેશ્યલ નંબર ૦૭૯-૨૨૬૮૮૦૨૮ ચાલુ કરવામાં આવ્યો છે તે આરોગ્ય અંગેનો હેલ્પ લાઈન નંબર છે.