– ગૃહપ્રધાને કહ્યું કે ભારતની જમીન પચાવી પાડવાના દિવસો ગયા, સોયની ટોચ જેટલી જમીન પણ કોઈ લઈ નહીં શકે
નવી દિલ્હી,તા. 11 એપ્રિલ 2023, મંગળવાર : ગૃહપ્રધાન અમિત શાહના અરુણાચલ પ્રદેશના પ્રવાસથી ચીન રોષે ભરાયું છે.અમિત શાહના પ્રવાસને ચીને એની સાર્વભૌમત્વના ઉલ્લંઘન સમાન ગણાવ્યો છે અને એને કારણે બન્ને દેશની સરહદ પર શાંતિ અને સાર્વભૌમત્વ પર અસરકર્તા ગણાવ્યો છે.
હાલમાં બીજિંગે અરુણાચલ પ્રદેશના ૧૧ વિસ્તારોનાં નામ બદલ્યાં છે,ચીન ભારતના અભિન્ન અંગ અરુણાચલ પ્રદેશને લઈને પ્રચાર કરતો રહે છે તથા એને દક્ષિણી તિબેટ તરીકે ઓળખાવે છે.ભારતે અનેક વાર ચીનના આ પ્રચારને નકારી કાઢ્યો છે. તાજેતરમાં ચીને વિસ્તારોનાં નામ બદલતાં ભારતે એની આકરી ટીકા કરી હતી.આ ઉપરાંત અમેરિકાએ પણ ચીનની આ હરકતને ઉશ્કેરણીજનક ગણાવી હતી.

