– ભાજપ આસામમાં 14 માંથી 12 સીટો જીતશે : પૂર્વોત્તરનાં 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપનો દેખાવ ઘણો સારો રહ્યો છે
દિબુ્રગઢ : કેન્દ્રના ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ભવિષ્યવાણી ભાખી છે કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ સત્તા ઉપર આવશે.તેઓએ કહ્યું, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ આસામની ૧૪ સીટોમાંથી ૧૨ સીટો જીતશે જ.જ્યારે રાષ્ટ્રીય સ્તરે ભાજપ ૩૦૦થી વધુ સીટો સાથે સંપૂર્ણ બહુમતિ પ્રાપ્ત કરશે, અને મોદીજી ત્રીજીવાર વડાપ્રધાન બનશે.
આસામનાં દિબૂ્રગઢમાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર નીશાન તાકતા કહ્યું કે, થોડા સમયમાં જ દેશભરમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે.
કેન્દ્રના ગૃહમંત્રીએ આસામની હિમંત બિશ્વા સરમા સરકારના કાર્યોની પ્રશંસા કરતાં કહ્યું કે, છેલ્લાં બે વર્ષમાં (મે ૨૦૨૧માં સત્તા ઉપર આવ્યા પછી) હિમંત બિશ્વા સરમા મુખ્યમંત્રી બન્યા.તેમની સરકારે માત્ર બે જ વર્ષમાં અનેક સિદ્ધીઓ પ્રાપ્ત કરી છે. ૨૦૧૬માં પૂર્વોત્તરમાં ભાજપની વિજય કૂચ શરૂ કરાવવા માટે હું આસામના લોકોને ધન્યવાદ આપવા માગું છું.હવે એનડીએ અને તેની સહયોગી પાર્ટીઓ પૂર્વોત્તરનાં લગભગ તમામ રાજ્યોમાં સત્તા ઉપર છે,તો બીજી તરફ કોંગ્રેસ કે જે થોડા વર્ષો પૂર્વે પૂર્વોત્તરમાં સૌથી મોટી પાર્ટી હતી તે હવે ત્યાં લગભગ સાફ થઈ ગઈ છે.