
નવી મુંબઇ,તા. 12 એપ્રિલ 2023, બુધવાર : હિન્દી સિનેમાના પ્રખ્યાત ગાયક લકી અલી પોતાના વિવાદિત ફેસબુક પોસ્ટને લઇને માફી માંગવી પડી છે.સિંગર હંમેશા ગંભીર મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતો જોવા મળે છે.તાજેતરમાં તેમણે ‘બ્રાહ્મણ’ શબ્દ સાથેની એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી.
શું છે મામલો?
લકી અલી તે સેલેબ્સમાંથી એક છે, જેમને હંમેશા ચાહકો તરફથી અપાર પ્રેમ મળતો રહ્યો છે. 9 એપ્રિલના રોજ,તેમણે ‘બ્રાહ્મણ’ નામ સાથે એક પોસ્ટ શેર કરી હતી.પોસ્ટમાં તેમણે લખ્યું, બ્રાહ્મણ નામ બ્રહ્મા પરથી આવ્યું છે,જે અબરામ પરથી આવ્યું છે.આ પોસ્ટમાં તેમણે કહ્યું કે ‘બ્રાહ્મણ’ નામ ‘ઈબ્રાહિમ’ પરથી ઉતરી આવ્યું છે.
લકી અલીએ માફી માંગી
લકી અલીની પોસ્ટ વાંચીને બધાએ તેના પર નારાજગી વ્યક્ત કરી હતી.જ્યારે વિવાદ વધ્યો તો સિંગરે તે પોસ્ટ ડિલીટ કરીને માફી માગી છે.એક પોસ્ટ શેર કરતા તેઓ લખે છે, મારો ઉદ્દેશ્ય સમાજમાં વિભાજિત વર્ગોને એકસાથે લાવવાનો છે.હું કોઈ ગુસ્સો કે તકલીફ પેદા કરવા માંગતો ન હતો.મને સમજાયું કે હું ખોટો હતો.મારી પોસ્ટ ખોટી રીતે દેખાઈ.હવે હું જે પોસ્ટ કરું છું તેનાથી હું વધારે કોન્સિયસ રહીશ.મારા શબ્દોએ ઘણા હિંદુ ભાઈ-બહેનોને પરેશાન કર્યા છે.હું આ માટે દિલગીર છું.હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું.
આ પછી મકસૂદ મહમૂદ અલીએ આગળ લખ્યું, બ્રાહ્મણો ઇબ્રાહિમ અલય હિસ્સ લામના વંશજ છે,જે ઘણા રાષ્ટ્રોના પિતા છે.તો શા માટે દરેક કોઈ તર્ક વગર એકબીજા સાથે દલીલ કરે છે અને લડે છે? જો કે, ગાયકે તેના દાવાને સમર્થન આપવા માટે કોઈ સ્રોત પ્રદાન કર્યું નહોતું.

બ્રાહ્મણો ઇબ્રાહિમ અલયહિસ્સ લામના વંશજ હોવાનો લકી અલીનો દાવો
ગાયકનો આક્રોશપૂર્ણ દાવો તેના ફેન્સ સાથે સારો નહતો રહ્યો.તેમણે હિંદુ ધર્મ વિશે તેમની અજ્ઞાનતા પર સવાલ ઉઠાવ્યા અને તેમને આ બાબતે કંઈ ન બોલવા વિનંતી કરી.એક ફેસબુક યૂઝર ઓમકાર દાભાડકરે તેની ફેસબુક પોસ્ટ પર ટિપ્પણી કરી, સર, અમે તમને તમારા સંગીત માટે પ્રેમ કરીએ છીએ.તમે તમારા ક્ષેત્રમાં જાણકાર છો.કૃપા કરીને અન્ય બાબતો પર ટિપ્પણી કરવાનું ટાળો.લકી અલીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા બાદ કોઈની પણ માફી માંગ્યા વિના તેમની વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટ કાઢી નાખી હતી.
2000 વર્ષોથી ચાલી રહ્યો છે આ પ્રોપગેન્ડા
નોંધનીય છે કે બ્રાહ્મણોને ઈબ્રાહીમના વંશજ કહેવાનો પ્રયાસ 1400 થી 2000 વર્ષ જૂનો છે.ગાયક લકી અલીએ સોશિયલ મીડિયા દ્વારા પણ આવું કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ પોતાની હાંસી ઉડ્યા અને વિરોધ થયા બાદ તેને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું.વાસ્તવમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓની આ વિચારસરણી સદીઓ જૂની છે,જે હિંદુ સંસ્કૃતિને નબળી બનાવવાનો પ્રયાસ કરે છે.તે બધી સંસ્કૃતિઓના જન્મનું કારણ પોતાને જ ગણાવે છે.તેમના મતે વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મોનો ઉદય એ અબ્રાહમિક પરંપરા છે,જે અલગ પડી ગઈ છે.