– દિલ્હી પોલીસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો
– FIR ફરિયાદીના શબ્દોમાં હોવી જોઈએ : દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી પોલીસ હવેથી FIR ચાર્જશીટ અને અન્ય કાર્યોમાં સરળતાથી સમજી શકાય તેવા શબ્દોનો ઉપયોગ કરશે.દિલ્હી પોલીસ કમિશનરે નિર્દેશ આપ્યો છે કે અધિકારીઓ અને કર્મચારીઓ તેમના કામમાં પીડિતના શબ્દોમાં FIR લખે.ઉર્દૂ અને ફારસી ભાષાના કઠિન શબ્દોનો ઉપયોગ ન કરવો.જો નિર્દેશોનો ભંગ થશે તો આવું કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.ઉર્દૂ અને ફારસી ભાષાના 383 કઠિન શબ્દોની લિસ્ટ પણ નિર્દેશમાં આપવામાં આવી છે.
FIR ફરિયાદીના શબ્દોમાં હોવી જોઈએ
દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોડાએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો.આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2018માં FIR નોંધતી વખતે દિલ્હી પોલીસ દ્વારા ઉર્દૂ અને ફારસી શબ્દોના ઉપયોગને પડકારતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.આના પર કોર્ટે 7 ઓગસ્ટ, 2019 ના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે FIR ફરિયાદીના શબ્દોમાં હોવી જોઈએ.બહુ જટિલ ભાષા ન હોવી જોઈએ.પોલીસ સામાન્ય લોકો માટે કામ કરે છે.ઉર્દૂ અને ફારસી ભાષાઓમાં ડોક્ટરેટની ડિગ્રી ધરાવનારાઓ માટે નહીં.
ભૂતકાળમાં પણ આવો જ આદેશ આપવામાં આવ્યો હતો
20 નવેમ્બર, 2019ના રોજ દિલ્હી પોલીસ કમિશનરે કોર્ટના આદેશ બાદ FIRમાં સરળ શબ્દોનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો.આમ છતાં FIRમાં સરળ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો ન હતો.હવે પોલીસ કમિશનરે ફરી એકવાર સરળ શબ્દોનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે.

