દિલ્હી MCD મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી લડવાનો ભાજપનો નિર્ણય, ઉમેદવારોના નામ જાહેર કર્યા

50

– નોમિનેશનના છેલ્લા દિવસે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા
– આમ આદમી પાર્ટીએ ફરીથી વર્તમાન મેયર અને ડેપ્યુટી મેયરના નામ જાહેર કર્યા

નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : દિલ્હી MCDમાં નવા મેયરની ચૂંટણી આગામી 26મી એપ્રિલે યોજાવા જઈ રહી છે.આ ચૂંટણી માટે ભાજપે પણ પોતાનો દાવો રજૂ કર્યો છે.ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ફરીથી દિલ્હી મેયરની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.ભાજપે મેયર અને ડેપ્યુટી મેયર પદના ઉમેદવારના નામ જાહેર કર્યા છે.આજે બપોરે 2 વાગ્યે ભાજપના બંને ઉમેદવારો ઉમેદવારી નોંધાવી.

આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ

દિલ્હી MCDમાં નવા મેયરની ચૂંટણી આગામી 26મી એપ્રિલે યોજાશે ત્યારે આ ચૂંટણી માટે ભાજપે મેયર માટે શિખા રાયને મેયર પદના ઉમેદવાર બનાવ્યા છે.આ ઉપરાંત ડેપ્યુટી મેયર પદ માટે સોની પાંડેને ઉમેદવાર જાહેર કરાયા હતા.આ સાથે આમ આદમી પાર્ટીએ ફરીથી ડો. શેલી ઓબેરોયને તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.જ્યારે આલે મોહમ્મદ ઈકબાલને ફરીથી ડેપ્યુટી મેયરના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.આ બંને ઉમેદવારો વર્તમાન મેયર અને ડેપ્યુટી મેયર છે.મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે અને 26મી એપ્રિલે ચૂંટણી યોજાવાની છે.

દિલ્હીમાં તમામ રાજકીય સંઘર્ષ વચ્ચે આમ આદમી પાર્ટી એમસીડી મેયરની ચૂંટણીમાં જીતને લઈને સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે.બીજી તરફ નોમિનેશનના છેલ્લા દિવસે ભાજપે તેના મેયર/ડેપ્યુટી મેયરના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.ભાજપ આ ચૂંટણીમાં બીજી વ્યૂહરચના સાથે કામ કરી રહ્યું છે.

Share Now