– પોલીસ બોમ્બ ફેંકનાર વ્યક્તિને શોધી રહી છે
પ્રયાગરાજ, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : અતીક અહેમદની હત્યા બાદ પ્રયાગરાજથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.અહીં દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.કટરા વિસ્તારમાં દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો છે.પોલીસ બોમ્બ ફેંકનાર વ્યક્તિને શોધી રહી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બોમ્બ અતીક અહેમદના વકીલના ઘરની બહાર ફેંકવામાં આવ્યો હતો.વકીલનું નામ દયાશંકર જણાવવામાં આવી રહ્યું છે.
અતીક અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમની હત્યા થઈ હતી.આ દરમિયાન અતીક અને અશરફ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા.નકલી મીડિયા કર્મીઓ તરીકે ઓળખાતા હુમલાખોરોએ અતીકને તેના માથા ગોળી મારી હતી.હુમલાખોરોએ અતીક અને તેના ભાઈ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.ગોળી વાગતાની સાથે જ અતીક અને તેનો ભાઈ અશરફ જમીન પર ઢળી પડ્યા હતા અને બંનેના મોત થઈ ગયા હતા.