મુંબઈ : બૉલીવુડ સાથે જોડાયેલા બે કચ્છી નિર્માતાને ત્યાં ઈન્ક્મટેક્ષના દરોડા

75

– આઇટી વિભાગ દ્વારા વરલીમાં રહેતા ટી-સિરીઝના નિર્માતા વિનોદ ભાનુશાલીના ઘરે રેઇડ પાડવામાં આવી હતી

મુંબઈમાં આઇટી વિભાગે બૉલીવુડના કેટલાક મોટા નિર્માતાઓનાં ઘર અને ઑફિસ પર બુધવારે રેઇડ પાડી હતી અને એ ગઈ કાલ સુધી ચાલી રહી હતી.ગેરરીતિઓના આરોપસર આઇટી વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે.ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહીમાં કચ્છી સમાજના બૉલીવુડ સાથે જોડાયેલા પ્રોડક્શન અને નિર્માતા હાઉસ પર રેઇડ પડી છે.

આઇટી વિભાગ દ્વારા વરલીમાં રહેતા ટી-સિરીઝના નિર્માતા વિનોદ ભાનુશાલીના ઘરે રેઇડ પાડવામાં આવી હતી.તેમણે ‘જનહિત મેં જારી’ અને ‘મૈં અટલ હૂં’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.આ ઉપરાંત જુહુમાં રહેતા કચ્છી સમાજના પેન પ્રોડક્શન હાઉસના જયંતીલાલ ગડાના ઘરે પણ આઇટીની રેઇડ પડી હતી.બન્ને પર ટૅક્સ-ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે.વિનોદ ભાનુશાલીની કંપની સંગીત અને નિર્માણ કંપનીઓ સાથે જોડાયેલી છે.જોકે થોડા વખત પહેલાં તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું.આ વિશે મળેલી માહિતી અનુસાર બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં હિટ્સ મ્યુઝિક,ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને હોમ-ઑફિસમાં સર્ચની કાર્યવાહી કરવામાં આવી છે.ઇન્કમ-ટૅક્સ વિભાગે ‘ગંગુબાઈ’ ફિલ્મના નિર્માતા જયંતીલાલ ગડાના સ્ટુડિયો અને ઘર પર સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.આવકવેરા વિભાગે નાણાકીય ગેરરીતિઓ અને ટૅક્સ-ચોરીને લઈને રેઇડ પાડી હતી. ‘બાટલા હાઉસ’, ‘થપ્પડ’, ‘કબીર સિંહ’ અને ‘તાનાજી – ધ અનસંગ વૉરિયર’ જેવી અનેક મોટી અને હિટ ફિલ્મોના વિનોદ ભાનુશાલી સહનિર્માતા છે.જયંતીલાલ ગડાના પ્રોડક્શન હાઉસે પણ અનેક મોટી ફિલ્મો અને સિરિયલો બનાવી છે. ‘આરઆરઆર’ ફિલ્મ પણ પેન સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવી હતી.

Share Now