અમદાવાદ,તા. 21 એપ્રિલ 2023 શુક્રવાર : ગુજરાતમાં 139 નવા ફાર્મા પ્લાન્ટને મંજૂરી મળી છે.માર્ચ 2019થી રાજ્યમાં 494 નવા પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યા હતા.અર્થતંત્ર પર કોવિડ-19ની અસર હોવાથી ફાર્મા સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે.છેલ્લા નાણાકીય વર્ષમાં 597 નવા લાઇસન્સ જાહેર કરવામાં આવ્યા હતા.ગુજરાતે ભારતના ફાર્મા હબ તરીકે નવા રોકાણો માટે હંમેશા તક ઉભી કરી છે.જેના કારણે 7,000 કરોડના જંગી રોકાણમાં,રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં ફાર્માસ્યુટિકલ ઉત્પાદન માટે 139 નવા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
એફડીસીએના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ નવા પ્લાન્ટની નોંધણી થઈ છે.ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગના નવા પ્લાન્ટ્સમાં અત્યાધુનિક સાધનો છે અને તે નિકાસલક્ષી છે.
ગુજરાત FDCA કમિશનર એચ જી કોશિયાએ જણાવ્યું હતું કે, અમે 139 નવા પ્લાન્ટને મંજૂરી આપી છે. માર્ચ 2019થી રાજ્યમાં 494 નવા પ્લાન્ટ ઉમેરવામાં આવ્યા છે.અર્થતંત્ર પર કોવિડ-19ની અસર હોવાથી ફાર્મા સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે.છેલ્લા નાણાકીય વર્ષમાં, 597 નવા લાઇસન્સ જાહેર કરવામાં આવ્યા છે,જે બીજા વર્ષોની સરખામણીમાં ખૂબ વધારે છે.
ગુજરાતમાં ફાર્મા ક્ષેત્રના વિકાસ અંગે, Indian Drug Manufacturers Association (IDMA) ના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરાંચી શાહે જણાવ્યું હતું કે, કોવિડ મહામારી પછી ફાર્મા ક્ષેત્રમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે અને ઘણા નવા રોકાણકારો નવા પ્રોજેક્ટ્સ સાથે ઉદ્યોગમાં પ્રવેશ્યા છે.સારી બાબત એ છે કે આ સાહસથી લગભગ 14,000 લોકો માટે રોજગારીનું સર્જન થશે.
શાહે જીએસટીના અમલીકરણને કારણે નવા રોકાણમાં થયેલા વધારાને પણ જવાબદાર ગણાવ્યું હતું. GST રોલઆઉટ પહેલા, ઘણા રાજ્યો ટેક્સ હેવન હતા અને ગુજરાતના ફાર્મા ઉદ્યોગમાંથી રોકાણની તકો છીનવી લીધી હતી.એકસમાન કરવેરાથી અહીં આ ક્ષેત્રના વિકાસમાં મદદ મળી છે.અહીંના ઉત્પાદન એકમો યુએસ અને યુરોપ જેવા અત્યંત નિયંત્રિત બજારોમાં દવાઓનું માર્કેટિંગ કરવામાં સક્ષમ છે.નિકાસ માટે સુસજ્જ છે. ગુજરાતમાં ફાર્મા ક્ષેત્ર માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે અને અમને વિશ્વાસ છે કે રાજ્ય નવા રોકાણોને આકર્ષવાનું ચાલુ રાખશે.