
– ઘણા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
– અકસ્માત બાદ પુણેથી મુંબઈ તરફ આવતા ટ્રાફિક બ્લોક થઈ ગયો
મુંબઈ, તા. 27 એપ્રિલ 2023, ગુરૂવાર : મહારાષ્ટ્રમાં એક મોટો અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે.મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો છે.અહીં એક પછી એક અગિયાર વાહનો અથડાયા હતા.આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.ઘટનાસ્થળે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલવામાં આવી હતી.ઘણા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.કેટલાક ઘાયલ લોકોની હાલત ગંભીર હોવાનું અહેવાલ મળી રહ્યા છે.
મુંબઈ અને પુણેને જોડતા એક્સપ્રેસ વે પર ખુદબાઈ પાસે આ અકસ્માત સર્જાયો હતો.અહેવાલો મુજબ એક કારે અચાનક બ્રેક મારી અને તે પછી પાછળ દોડી રહેલા 11 વાહનો અથડાયા.આ અથડામણમાં ચાર મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.તે જ સમયે, અકસ્માત બાદ પુણેથી મુંબઈ તરફ આવતા ટ્રાફિક બ્લોક થઈ ગયો છે.જેમને નાની-મોટી ઈજાઓ થઈ છે હાલ પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.