વલસાડ, તા. 27 એપ્રિલ 2023, ગુરૂવાર : વલસાડના અતુલ ગામ ખાતે આવેલા ઉત્પલ નગર પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો રૂપિયા વડે હાર જીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાની બાતમી મળી હતી.વલસાડ રૂરલ પોલીસે તાત્કાલિક રેડ કરી ચેક કરતા ચાર ઈસમો ગોળ કુંડાળું વળીને કેટલાક પાના વડે કંઈક રમી રહ્યા હતા.પોલીસે અચાનક છાપો મારતા એક યુવકે પોલીસ અને પંચના માણસોને આવતા જોઈ ભાગી ગયો હતો.વલસાડ રૂરલ પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી રોકડા અને 3 મોબાઈલ અને 2 બાઈક મળી કુલ 78 હજારનો મુદ્દામાલ સાથે વકીલ સહિત 3 ઇસમોને વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડયા હતા.
વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ અટકાવવા પેટ્રોલિંગ કરી રહી હતી.તે દરમ્યાન વલસાડ તાલુકાના અતુલ ગામમાં આવેલા ઉત્પલ નગર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો રૂપિયા વડે હાર જીતનો પોઇન્ટ વડે જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાની બાતમી મળી હતી.વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી.રૂરલ પોલીસે અતુલના ઉત્પલ નગર ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમોને ગોળ કુંડાળું વાળી બેઠા હતા.પોલીસ અને પંચના માણસોને આવતા જોઈને જુગાર રમતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.
વલસાડ રૂરલ પોલીસની ટીમે 3 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડયા હતા.વલસાડ રૂરલ પોલીસે ચરણજીતસિંહ ઉર્ફે બીલ્લો લખબિરસિંહ સરદાર,અનિલ બચુભાઇ નાયકા અને પુનિત પ્રેમબહાદુર સોનીની ધરપકડ કરી હતી.રૂરલ પોલીસે રોકડા રૂ. 3,150, 3 મોબાઈલ અને 2 બાઈક મળી કુલ 78 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.વલસાડ રૂરલ પોલીસની ટીમે ભાગી ગયેલા વિશાલ વિજય નાયકા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વકીલ સહિત 3 ઇસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.