માફિયા મુખ્તાર અન્સારીને ગાઝીપુરની MP-MLA કોર્ટે 10 વર્ષની સજા, 5 લાખનો દંડ ફટકાર્યો

55

– અફઝલ અન્સારી અંગે બપોરના 2 વાગ્યા પછી ચુકાદો આવવાની શક્યતા

ગેંગસ્ટર એક્ટ મામલે ગાઝીપુરની MP-MLA કોર્ટે મુખ્તાર અન્સારીને 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ ફટકાર્યો હતો.હવે અફઝલ અન્સારી અંગે બપોરના 2 વાગ્યા પછી ચુકાદો આવવાની શક્યતા છે.આ મામલો 2007નો હતો એટલે કે 16 વર્ષ જૂના કેસમાં આ સજા કરાઈ હતી.

અતીકની હત્યા બાદથી ચર્ચામાં આવ્યો

ઉત્તર પ્રદેશમાં ખુંખાર માફિયા અતીક અહેમદના ખાતમા બાદ હવે વધુ એક માફિયામાંથી રાજનેતા બનેલા મુખ્તાર અન્સારીનો પરિવાર ચર્ચામાં છે.મુખ્તાર અંસારી 2021થી બાંદા જેલમાં બંધ છે.મુખ્તાર વિરુદ્ધ યુપી ઉપરાંત પંજાબમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. 1987માં મુખ્તાર પર કોન્ટ્રાક્ટને લઈને પહેલીવાર હત્યાનો આરોપ લાગ્યો હતો.ગુનાની દુનિયામાં મુખ્તારની આ પહેલી મોટી એન્ટ્રી હતી.મુખ્તાર અંસારી સામે હાલમાં કુલ 61 કેસ નોંધાયેલા છે.

Share Now