નવી દિલ્હી, તા. 02 મે 2023, મંગળવાર : ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ લિમિટેડે રેમંડના એફએમસીજી બિઝનેસને ખરીદી લીધો છે.ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટે રેમંડના એફએમસીજી બિઝનેસ ખરીદી લીધો હોવાની વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે 2825 કરોડ રૂપિયાના સોદામાં રેમંડનો કન્ઝ્યૂમર કેર બિઝનેસનું અધિગ્રહણ કરવા જઈ રહી છે.રેમંડના કન્ઝ્યૂમર કેર બિઝનેસમાં પાર્ક એવન્યૂ,કામસૂત્ર અને ડીએસ જેવી બ્રાન્ડ સામેલ છે.
ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે, રેમંડ ગ્રુપ એફએમસીજી બિઝનેસમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું છે.રેમંડ અને ગોદરેજ વચ્ચે થયેલી આ ડીલમાં 1000થી 1200 કરોડ રૂપિયાની ઓલ કેશ ડીલ સંભવ છે.રેમંડ કન્ઝ્યૂમર કેર રેમંડ લિમિટેડની સહાયક કંપની છે.આ પોર્ટફોલિયોમાં સામેલ પાર્ક એવન્યૂ,કામસૂત્ર અને ડીએસ જેવી અન્ય કન્ઝ્યૂમર કેર પ્રોડક્ટની માર્કેટમાં ખુબ જ ડિમાન્ડ છે.ગૌતમ સિંઘાનિયાની આગેવાની વાળા રેમંડ ગ્રુપ ગુરુવારે એફએમસીજી કારોબારથી અલગ થઈ ગયું છે. જેમાં ગોદરેજ ગ્રુપે તેની ત્રણ મશહૂર બ્રાન્ડ પાર્ક એવન્યૂ,કામસૂત્ર અને ડીએસ વેચી દીધી છે.
રેમંડ ગ્રુપ હાલમાં આ ત્રણેય બ્રાન્ડનું મેન્યુફેક્ચરિંગ,કંપનીઓને સીધું વિચેણ અને નિકાસ કરવાનું જારી રાખશે.તેનો અર્થ એવો થયો કે તે ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ માટે કોન્ટ્રાક્ટ પર આ પ્રોડક્ટનું પ્રોડક્શન કરતું રહેશે.રેમંડ ગ્રુપ તેના લાઈફસ્ટાઈલ કારોબારમાં રેમન્ડ કન્ઝ્યૂમર કેરને અલગ કરવાની ઘોષણા કરી છે.ત્યારબાદ કંપની તેના શેરનું શેરબજારમાં લિસ્ટિંગ કરાવવામાં આવશે.રેમન્ડ ગ્રુપનું અનુમાન છે કે, આ પ્રક્રિયા આગામી 15 મહીનામાં પૂરી થઈ જશે.
સિંઘાનિયાએ કહ્યું છે કે, આ વેચાણથી થનારી તમામ આવક રેમંડ કન્ઝ્યૂમર કેર લિમિટેડની થઈ જશે.રેમંડના કન્ઝ્યૂમર કેર બિઝનેસમાં ગૌતમ સિંઘાનિયાની 49 ટકાની હિસ્સેદારી છે જ્યારે બાકી હિસ્સેદારી રેમંડ લિમિટેડની છે.રેમંડે એફએમસીજી બિઝનેસને ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટને વેચી દીધો છે અને આ સાથે જ પાર્ક એવન્યૂ,કેએસ કામસૂત્ર અને પ્રીમિયમ બ્રાન્ડ ગોરેજને વેચી દીધી છે.
રસપ્રદ બાબત એ છે કે, રેમંડ ડીઓડરેંટ અને સેક્યુઅલ વેલનેસ કેટેગરીમાં દેશના અગ્રણી ખેલાડીઓમાંની એક છે.પાર્ક એવન્યૂ અને કામસૂત્ર તેની ખુબ જ મશહૂર બ્રાન્ડ છે.ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટને આશા છે કે આ કેટેગરીની પ્રોડક્ટના અધિગ્રહણથી તેને આગામી અનેક વર્ષો સુધી દ્વીઅંકી ગ્રોથ નોંધાવવાની તક મળશે.


