– ત્રાવણકોર દેવસ્થાન બોર્ડ કેરલનાં 1248 મંદિરોનો વહીવટ કરે છે તેના અધ્યક્ષપદે અત્યારે CPMના નેતા અનંતગોપન છે કોંગ્રેસનો ટેકો
થિરૂવતંથપુરમ : કેરલનાં મંદિરોમાં હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ની શાખા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યાં મંદિરોનો વહીવટ કરનારી સંસ્થા ત્રાવણકારે દેવસ્થાન બોર્ડે સર્ક્યુલર પ્રસિદ્ધ કરી આદેશ આપ્યો છે કે મંદિરોમાં માત્ર ધાર્મિક અનુષ્ઠાનો જ થઈ શકે.આ પછી રાજકીય ગરમી વધી ગઈ છે.આર.એસ.એસ.ની ઉપર લગાડેલા પ્રતિબંધથી કેરલ ભાજપના નેતાઓએ તેને ડાબેરીઓ અને કોંગ્રેસનો ‘જેહાદી’ એજન્ડા કહ્યો છે સાથે આક્ષેપ કર્યો છે કે તે રીતે મંદિરો ઉપર પણ કબ્જો કરવાની સાજીશ થઈ છે.
કેરલનાં ૧૨૪૮ મંદિરોનું વ્યવસ્થા તંત્ર સંભાળનારી તે સંસ્થાએ તે આદેશમાં તેમ પણ જણાવ્યું છે કે, આ આદેશનું પાલન નહીં કરનાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે.તે આદેશમાં તેમ પણ કહ્યું છે કે આમ છતાં મંદિરોમાં (કોઈપણ મંદિરમાં) આવા (આરએસએસના) કાર્યક્રમો યોજાય તો જનસામાન્યમાંથી પણ કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે.
આ સર્ક્યુલરથી કેરલમાં રાજકીય ગરમા ગરમી વધી છે. ભાજપે બોર્ડના આદેશ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.તેણે કહ્યું છે કે દેવસ્થાન બોર્ડ માત્ર મંદિરોની વ્યવસ્થા જ સંભાળી શકે છે.પ્રોપર્ટીના માલિક નથી. ભગવાન જ તે પ્રોપાર્ટીના સ્વામી છે.તમે પ્રોપાર્ટીના માલિક નથી.તેથી કાનૂની દ્રષ્ટિએ પણ આવો આદેશ આપવાનો તમને અધિકાર નથી.વળી, આરએસએસ કોઈ રાજકીય સંગઠન નથી.તે યુવાનોને શિસ્તબદ્ધ અને કસરતી રાખનારી સંસ્થા છે,તેથી તેની ઉપર પ્રતિબંધ મુકવો ગેરકાનૂની છે.તમારી જવાબદારી છે કે સૌના હિતમાં નિર્ણય લેવો જોઈએ.

