– સુરતમાં ઉન વિસ્તારમાં સાઇબર ક્રાઇમનું સર્ચ ઓપરેશન
– સર્ચ ઓપરેશન કરતા 1.41 કરોડની રોકડ રકમ મળી આવી
સુરતમાં ઉન વિસ્તારમાં સાઇબર ક્રાઇમએ સર્ચ ઓપરેશન કરતા 1.41 કરોડની રોકડ રકમ મળી આવી હતી.ઘરમાં રોકડા રૂપિયા હોવાની બાતમી લના આધારે કાર્યવાહી કરતા ઘરમાંથી 100,200,500 અને 2000ના દરની નોટો મળી આવી હતી.પોલીસે આ નોટોનો જથ્થો જપ્ત કરી વસીમ અકરમ હુસેન નામના ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરત શહેર સાયબર ક્રાઇમની ટીમે મળેલી બાતમીના આધારે સુરતના ઉન વિસ્તારમાં દરબાર નગર મદની મસ્જિદની બાજુમાં દરોડા પાડ્યા હતા.જ્યાંથી દરોડા દરમિયાન પોલીસની ટીમે 100,200,500 અને 2000ના દરની 1.41 કરોડની કિંમતની નોટો મળી આવી હતી.પોલીસે આ ચલણી નોટોનો જથ્થો જપ્ત કરી વસીમ અકરમ હુસેન પટેલ નામના ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સાઇબર ફ્રોડથી આ ઇસમ કરોડો કમાયો હોવાની હાલ પોલીસે આંશકા વ્યક્ત કરી છે.તેમજ તેની સાથે અન્ય કોઈ લોકો આ ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નોટબંધી સમયે ઉન પાટિયાની ચાલીમાંથી ચલણી નોટ જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો ત્યારે હવે ફરી સુરત સાઇબર ક્રાઇમ ની ટીમની મોટી સફળતા મળી છે.જ્યાં બુધવારે સુરતના ઉન વિસ્તારમાં દરોડાની કામગીરી કરી 1.41 કરોડની ચલણી નોટ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે.