ગઈકાલે નવસારી વાસંદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની કારને અકસ્માત નડ્યો હતો.બાઈક ચાલકને બચાવવા જતા ધારાસભ્યની કારના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર રોડની સાઈડ પર આવેલ ઝાડ સાથે અથડાઈ હતી. જો કે આ અકસ્માતમાં ધારાસભ્ય અનંત પટેલ અને તેમના ડ્રાઇવરનો બચાવ થયો હતો.
અનંત પટેલની કારને નડ્યો અકસ્માત
પ્રાપ્ત જાણકારી મુજબ વાસંદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમની કારમાં જઈ રહ્યા હતા.આ દરમિયાન અંકલાછ ગામ નજીક અચાનક સામેથી બેફામ સ્પીડે એક બાઈક ચાલક ઘસી આવ્યો હતો.આ બાઈક ચાલકને બચાવવા જતા ધારાસભ્યની કારના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને અને કાર રોડની સાઈડ પર આવેલ ઝાડ સાથે અથડાઈ હતી.
અનંત પટેલ અને ડ્રાઈવરનો આબાદ બચાવ
અકસમાતની આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.અને લોકોએ ધારાસભ્ય અને તેના ડ્રાઇવરને કારમાંથી હેમખેમ બહાર કાઢ્યા હતા.જોકે આ ઘટનામાં ધારાસભ્ય તથા તેમના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે.પરંતુ તેઓને આ અકસ્માતમાં નાની મોટી ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.તેમજ ઝાડ સાથે અથડાવવાને કારણે કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.