– રાજ્યસભાના સાંસદનો ગંભીર આક્ષેપ : કહ્યું- ભાજપના એક સિનીયર નેતા રૂપિયા પરત આપી રહ્યા નથી
– સોશિયલ મીડિયાની એક કોમેન્ટથી રાજકારણમાં ગરમાવો
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા એક પોસ્ટ પર કોમેન્ટ સોસીયલ મીડિયામાં કરવામાં આવી છે જેમાં તેઓએ લખ્યું છે કે, ભાજપના એક ખુબ જુના નેતા મને મારા રૂપિયા પરત આપી રહ્યા નથી.તેમની નીતિ ખુબ જ ખરાબ છે.મેં રૂપિયા આપ્યા તેના મારી પાસે પુરાવા પણ છે જરૂર જણાયે આવતા દિવસોમાં વધુ પ્રુફ સાથે ખુલાસા કરીશ.
રાજકોટમાં રહેતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા આજે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે.આજે તેઓ તેમને સોસીયલ મીડિયામાં કરેલ એક કોમેન્ટના કારણે ચર્ચામાં આવ્યા છે.સમગ્ર મામલે વાત કરતા રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, મને મારા રૂપિયા ભાજપના એક સિનીયર નેતા પરત આપી નથી રહ્યા.વર્ષ 2008 થી 2011 સુધીમાં વ્યવહારીક બાબતો અને હાથ ઉછીના પેટે અલગ અલગ સમીર મોટી રકમ આપી છે જે પરત આપવામાં નેતા હાનાકાની કરી રહ્યા છે.અનેક વખત રૂપિયા પરત લેવા માટેની માંગણી કર અનેક વખત મધ્યસ્થીઓને કહ્યું પરંતુ રૂપિયા પરત આપતા નથી.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ નેતા ભાજપના પીઢ નેતા છે અને હાલમાં જ રાજ્ય બહાર તેઓ નિવૃત થયાં છે.મેં રૂપિયા આપ્યા છે તેના તમામ પુરાવા પણ મારી પાસે છે.આવતા દિવસોમાં જરૂર જણાયે પુરાવા સાથે ખુલાસા કરીશ.ત્યારે હાલ તો રામભાઈની એક ટીપણી એ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને અંગત રીતે આપેલ રૂપિયામાં પરત અપાવવા ભાજપ પાર્ટી અને સરકાર તેમને મદદ કરશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે..
રામભાઈ મોકરિયાએ પોસ્ટમાં લખ્યું…
એક ખુબ જુના રાજકારણી મને મારા રૂપિયા પરત આપી રહ્યા નથી.તેઓ અબજોપતિ છે છતાં તેમની નીતિ અને નિયત ખુબ જ ખરાબ છે.તેઓ 1980 થી રાજકારણમાં સક્રિય થયા હતા અને તાજેતરમાં છેલ્લે ગુજરાતભરથી તેઓ નિવૃત થયા છે.