– નવા નિયમો પ્રમાણે તમામ ખાતાધારકોના પીએફ એકાઉન્ટમાં આધારકાર્ડ લિંક હોવુ જરુરી છે
– ITR ભરવા માટે નવી વેબસાઈટ www.incometexgov.in પર મુલાકાત લેવાની રહેશે
આવતા મહિને એટલે કે માત્ર બે દિવસ પછી બદલાઈ રહ્યા છે સરકારી ક્ષેત્રના કેટલાક નિયમો.જેમા બેંક,ITP,EPFO,તેમજ પીએનજી ગેસ સહિતમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે.અને દુખની વાત તો એ છે કે તેની સીધી અસર તમારા ખિસ્સામાં પડવાની છે.આ સાથે દેશના કરોડો EPFO ખાતાધારકોના નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યા છે.આવો જાણીએ શુ શુ બદલાઈ રહ્યા છે નવા નિયમો.
EPFO ના નિયમોમાં થઈ રહ્યા છે ફેરફાર
1 જૂનથી ઈપીએફઓના કેટલાક નિયમોમાં ફેરફાર થવાના છે.નવા નિયમો પ્રમાણે તમામ ખાતાધારકોના પીએફ એકાઉન્ટમાં આધારકાર્ડ લિંક હોવુ જરુરી છે.જો 1 જૂન સુધી તમે તમારા આધારકાર્ડને પીએફ સાથે લિંક કરાવેલ નહી હોય તો તમારે કેટલીયે પ્રકારના નુકસાન થઈ શકે છે.જેને લઈને EPFO દ્વારા નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું.
ITR વેબસાઈટમાં થશે ફેરફાર
ITR ભરવાવાળા લોકો માટે મોટી ખબર છે. 7 જૂનથી આઈટીઆરની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે.એટલે કે તમે તા. 1 થી 6 જૂન સુધી વેબસાઈટનો ઉપયોગ નહી કરી શકો.તમારે નવી વેબસાઈટ www.incometexgov.in પર મુલાકાત લેવાની રહેશે.અને 6 દિવસ સુધી વેબસાઈટનો ઉપયોગ કરી શકશો નહી. એટલે ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ ઈ-ફાઈલિંગ સર્વિસનું કામ નહી કરે.
બેંકના આ નિયમમાં કરાયો છે ફેરફાર
બેંક ઓફ બરોડામાં પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.તેથી જો તમારે આ સરકારી બેંકમાં ખાતુ હોય તો બેંક ચેક પેમેન્ટની સિસ્ટમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.બેંક ઓફ બરોડાનું કહેવુ છે કે જો કોઈ ગ્રાહક 2 લાખનો ચેક આપે છે તો તેમા ગ્રાહકે તેના ચેકનું વિવરણ પહેલા કન્ફર્મ કરાવું જરુરી છે.