ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા ફરી એક વખત અધિકારીઓના પ્રમોશનની જાહેરાત કરવામાં આવી છે.સરકારે આ વખતે નાયબ કલેક્ટર કક્ષાના જુનિયર સ્કેલના 77 અધિકારીઓને પ્રમોશન આપ્યા છે.સરકારની જાહેરાત સાથે તેમના પગારમાં પણ મોટો ફેરફાર થવાનો છે.ઉલ્લેખનીય છે કે તમામ અધિકારીઓ હવે જુનિયર સ્કેલમાંથી સિનિયર સ્કેલમાં પ્રમોટ થયા છે.આ અધિકારીઓનો પગાર અગાઉ રૂ.56,100થી 1,77,500 સુધીનો હતો જે હવે વધીને 78,800થી રૂ. 2,09,200 થશે.પ્રમોશન મેળવનારા આ અધિકારીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે, જુઓ આ લિસ્ટ….