। વોશિંગ્ટન ।
કોરોના વાઇરસનો પ્રકોપ ન ફેલાય એ માટે અમેરિકાનું વહીવટી તંત્ર અમેરિકનોને માસ્ક પહેરવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે, છતાં પોતે માસ્ક પહેરાવાના નથી એમ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું. તેઓ પત્નીની સલાહ છતાં માસ્ક નહીં પહેરે એમ પણ કહ્યું હતું. સેન્ટર ફેર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને લોકો માટે નવી દિશાનિર્દેશ બહાર પાડયા છે, જેમા લોકોને કોરોનાના હોટસ્પોટ વિસ્તાર કે ભીડવાળા વિસ્તારમાં જતાં મોટો રૂમાલ બાંધવો, ટી શર્ટ પહેરવું અને અન્ય કપડાં દ્વારા શરીરને ઢાંકવું.ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે, સેન્ટર ફેર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જાહેર આરોગ્ય પગલાં રૂપે નોન મેડિકલ કપડાંથી ચહેરો ઢાંકવાની સલાહ આપી છે. આ સલાહ સ્વૈચ્છિક છે અને હું નથી માનતો કે હું તે માનીને માસ્ક પહેરીશ.
એ પહેરવામાં મન માનતું નથી !
ઓવલ ઓફ્સિમાં મહાન રિઝોલ્યુટ ડેસ્ક, સુંદર રિઝોલ્યુટ ડેસ્ક પાછળ બેસીને હું એ પહેરવા માંગતો નથી. હું વિચારું છે કે પ્રમુખો, વડાપ્રધાનો, સરમુખત્યારો, રાજાઓ અને રાણીઓને વધાવતી વખતે થોડું અજુગતું લાગે.
બદલાતી રહેતી માસ્ક પહેરવાની સલાહ
પહેલાં માંદા કે કોરોનાથી કોમ્પ્લિકેશનનું જોખમવાળાઓને જ માસ્ક પહેરવાની સલાહ અપાઇ હતી. અમેરિકાના સર્જન જરનલ જેરોમ આદમ્સે ટ્વીટ કરી હતી કે લોકોએ માસ્ક ખરીદવાનું બંધ કરવું જોઇએ અને કહ્યું હતું કે, તે સામાન્ય લોકોની સુરક્ષા માટે અસરકારક નથી.