લિવર-ટ્રાન્સપ્લાન્ટ કરાવવા દહિસરના ૪૩ વર્ષના ગુજરાતીને જરૂર છે તમારા આર્થિક સહયોગની

59

– ઑપરેશનની સર્જરી,હૉસ્પિટલનો સ્ટે,દવાનો ખર્ચ અંદાજે ૧૮,૫૨,૦૦૦ રૂપિયા આવવાનો છે

દહિસર-ઈસ્ટમાં વિદ્યામંદિર સ્કૂલ પાસે રહેતા ૪૩ વર્ષના કેતન મનસુખરાય ભટ્ટ હાલ લિવરની બમારીથી પીડાઈ રહ્યા છે અને તેમણે લિવર-ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે એવું નિદાન નાણાવટી હૉસ્પિટલના ડૉક્ટરોએ કર્યું છે.મોબાઇલ ડિ​​સ્ટ્રિબ્યુટરને ત્યાં સેલ્સમૅનની નોકરી કરતા કેતનભાઈના પરિવારમાં તેમનાં વૃદ્ધ માતા-પિતા,પત્ની અને બે દીકરીઓ છે,જ્યારે ઘરનું ગુજરાન ચલાવનાર તે એક જ વ્યક્તિ છે.ડૉક્ટરોના જણાવ્યા અનુસાર દાતા મળે ત્યાર બાદ તેમનું લિવર-ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન થઈ શકશે.જોકે એ માટે ઑપરેશનની સર્જરી,હૉસ્પિટલનો સ્ટે,દવાનો ખર્ચ અંદાજે ૧૮,૫૨,૦૦૦ રૂપિયા આવવાનો છે.આ રકમ તેઓ જાતે ભેગી કરી શકે એમ નથી.એથી અલગ-અલગ સખાવતી ટ્રસ્ટોમાંથી મદદ મેળવવાના પ્રયાસ તેઓ કરી રહ્યા છે. ઉપરાંત ઑપરેશન પછી જો થોડાં ઘણાં કૉ​મ્પ્લિકેશન ઊભાં થાય તો હૉસ્પિલમાં વધુ વખત રહેવું પડશે એથી અંદાજે પચીસ લાખ રૂપિયા સુધીની તૈયારી રાખવા તેમને કહેવામાં આવ્યું છે.હાલ તેમને ત્રણ દિવસ ઍડ્મિટ કરવામાં આવ્યા હતા અને રજા આપાઈ છે.તેઓ થોડુંઘણું હરી ફરી શકે છે અને સામાન્ય કામ કરી શકે છે.હૉસ્પિટલે કહ્યું છે કે પૈસા જમા કરાવીને રાખો,કોઈ દાતા મળશે એટલે તરત ઑપરેશન કરવું પડશે.

જો વાચકો કેતન ભટ્ટને મદદ કરવા માગતા હોય તો તેમણે નીચે આપેલી વિગતો અનુસાર હૉસ્પિટલના નામે જ મદદ આપવાની છે.સાથે કાળજી એ રાખવાની છે કે એ મદદ કેતન ભટ્ટને જ મળે.એ માટે પૈસા જો ઑનલાઇન ટ્રાન્સફર કરવા માગતા હોય તો રેફરન્સની કૉલમમાં તેનું નામ જરૂરથી લખવું.વળી એ પેમેન્ટ કર્યા પછી એની રિસીટ 9820737992 વૉટ્સઍપ નંબર પર તરત જ મોકલી દેવી,જેથી સારવાર માટે કેટલી મદદ મળી અને કેટલી રકમ બાકી રહી એનો તેઓ ટ્રેક રાખી શકે.

Share Now