રાજ્યમાં લાંચ લેવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે એ પછી અધિકારીઓ હોય કે પદાધિકારીઓ.નાના કામ માટે પણ લાંચ લેવાનો મોકો છોડતા નથી ત્યારે વાપીના ચંડોર ગામે મહિલા સરપંચ લાંચ લેતા ઝડપાયા હતા.ફ્લેટોની આકરણી માટે મહિલા સરપંચે 2.50 લાખની લાંચ માંગી હતી.પરંતુ ACBનાં છટકાથી બચી શક્યા ન હતા.
આ બનાવની વિગત મુજબ વાપી તાલુકાના ચંડોર ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલી હનુમંત રેસિડેન્સીમાં એક વ્યાજતીએ ફ્લેટો રાખ્યા હતા.જે ફ્લેટોની આકારણી કરાવીને પોતાના નામે ફ્લેટો કરવા અંબે પંચાયતના ચોપટે ફ્લેટના મલિક તરીકે પોતાનું નામ દાખલ કરવા ચંડોર ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી.જે અરજી ચંડોર ગ્રામ પંચાયતના સરપંચ મયુરીબેનને મળી હતી.
સરપંચ મયુરીબેને તેમના ફોલ્ડર મુકેશભાઈ પટેલને મોકલાવી આકારણીના કામના બદલામાં 2.50 લાખની લાંચની માંગણી સરપંચ મયુરીબેન પટેલે માંગી હતી.અરજદાર લાંચ આપવા માંગતો ન હોવાથી અરજદારે તાત્કાલિક વલસાડ ACBની ટીમનો સંપર્ક કર્યો હતો.વલસાડ ACBની ટીમ સમક્ષ ચંડોર ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જેનું છટકું ACBની ટીમે તૈયારી કરી હતી. અરજદારે ચંડોર ગ્રામ પંચાયતના સરપંચ મયુરીબેને માંગેલી 2.50 લાખની લાંચ પૈકી 1 લાખની વ્યવસ્થા થઈ હોવાથી તે લેવા માટે વાપીની શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાના પાર્કિગમાં બોલાવ્યા હતા. ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતી.જેમાં સરપંચ મયુરીબેન વતી લાંચ સ્વીકારવા આવેલા સરપંચ પતિ મુકેશભાઈને ACBની ટીમે ઝડપી પાડયા હતા.વલસાડ ACBની ટીમે ચંડોર ગ્રામ પંચાયતના સરપંચ મયુરીબેન મુકેશભાઈ પટેલ અને તેમની જગ્યાએ લાંચ સ્વીકારનાર મુકેશભાઈ પટેલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.