– અમદાવાદમાં પડી શકે હળવો વરસાદ
– હવામાન નિયામકે આપી માહિતી
રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ ઉતરી ગયુ છે.પરંતુ તેની અસર છોડતુ ગયુ છે.હજુ પણ રાજ્યમાં ભેજવાળુ અને વાંદળછાયુ વાતાવરણ જોવા મળે છે.વાવાઝોડાને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે.જેને લઇને ખેડૂતોએ ચોમાસુ વાવેતર પણ કરી દીધા છે.પરંતુ સત્તાવાર ચોમાસુ હજુ બેઠુ નથી.જેને લઇને હવામાન વિભાગે આગાહી કરી હતી.
હવામાન નિયામત મનોરમા મોહંતિએ રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે.તેમણે જણાવ્યુ હતુ કે રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ પડશે.જ્યારે અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે.આજે અને કાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદથી રાહત મળી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હજુ સત્તાવાર ચોમાસુ બેઠુ નથી જેથી ખેડૂતોને વાવણી કરવાની બાકી છે.જો કે વાવાઝોડા સાથે આવેલા વરસાદે ખેડૂતોના બીજ રોપાવ્યા છે.પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ખેડૂતો વરસાદની રાહ જોઇને બેઠા છે.એટલે આવતા નજીકના સમયમાં વાવણી લાયક વરસાદ પડે તેવી આશા છે.