– સૌથી સિનિયર માનસિંહ ચૌહાણને કોચિંગ લેવુ પડશે
– ચોમાસુ સત્ર પૂર્વ જુલાઇમાં 44-44ની ચાર બેચને કોચિંગ આપવાનો તખ્તો તૈયાર
ગુજરાત વિધાનસભાને પેપરલેસ કરવાની દિશામાં ધારાસભ્યોની બેઠક પર આગામી એકાદ સપ્તાહમાં ટેબલેટ ઇન્સ્ટોલ કરી દેવાશે.બાદમાં જુલાઇ મહિનામાં તમામ ધારાસભ્યોને ટેબલેટ મારફતે તમામ ધારાસભ્યોને ટેબલેટ મારફતે સરકારી,સંસદિય તેમજ વૈધાનિક અને જનપ્રતિનિધી તરીકે કેવી રીતે કરી શકાય તે માટે સળંગ 15 દિવસ કોચિંગ અપાશે.વિધાનસભા ગૃહમાં થનારા ક્લાસરૂમમાં સૌથી સિનિયર માનસિંહ ચૌહાણથી લઇને તમામ ધારાસભ્યોને આ કોચિંગ લેવુ પડશે.કારણ કે સપ્ટેમ્બર મહિનામાં મળનારા ચોમાસુ સત્રથી જ વિધાનસભાનું પ્રોસિડિંગ્સ ઓનલાઇન થઇ જશે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષપદે સોમવારે ઇ-વિધાન માટે રચાયેલી કમિટીની બેઠક મળી હતી.જેમાં 44-44 ધારાસભ્યોની એક એવી ચારેક બેચને કોચિંગ આપવાનું આયોજન થયું છે.ગૃહની અંદર ધારાસભ્યોની બેઠકના સ્થાને ઇન્સ્ટોલ થનારા ટેબલેટ તેનું સોફ્ટવેર તેમજ પ્રોસેડિંગની ફોર્મેટ મેન્ટેનન્સ સહિતની કામગીરી માટે મંગળવારે મળનારી બેઠકમાં ટેન્ડરિંગનો તબક્કો પૂર્ણ થશે.ગૃહમાં ધારાસભ્યોની બેઠક પર એક ટેબલેટ ફિક્સ રહેશે.બીજુ ટેબલેટ સાથે વપરાશ માટે આપવામાં આવશે.જે ધારાસભ્ય તરીકે ટર્મ પૂર્ણ થતા વિધાનસભાને પરત સોંપવામાં આવશે.ઇ-વિધાનની કમિટીમાંથી જાણવા મળ્યા મુજબ પેપરલેસ પ્રોજેક્ટ હેઠળ એક ધારાસભ્યને બે ટેબલેટ આપવા રૂપિયા 70થી80 હજારનો ખર્ચ અંદાજાયો છે.આ અંગેના નિયમો અને જવાબદારીઓ અધ્યક્ષ દ્વારા જાહેર થશે.