Monday, May 5, 2025
🌤️ 27.7°C  Surat
Breaking News
TRENDING NEWS

ઈડીએ મની લોન્ડ્રિંગ કેસમાં સુપરટેકના ચેરમેન આર.કે અરોરાની કરી ધરપકડ

86

Table of Content

નવી દિલ્હી : ઈડીએ કન્સ્ટ્રક્શન કંપની સુપરટેક (Supertech)ના ચેરમેન આર.કે આરોરાની મની લોન્ડ્રિંગ મામલે તેમની દિલ્હી ખાતેની ઓફિસથી ધરપકડ કરી છે.ઈડી આરકે અરોરાની છેલ્લા ત્રણ દિવસથી પૂછપરછ કરી રહી હતી.મંગળવારે પૂછપરછ પછી કેન્દ્રીય એજન્સીએ તેમની ધરપકડ કરી લીધી.રિપોર્ટ મુજબ, મંગળવારે પણ ઈડીએ સમન મોકલી આરકે અરોરાને પૂછપરછ માટે બોલાવ્યા હતા.પૂછપરછ પછી મોડી સાંજે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.ઈડી તરફથી અરોરાના પરિવારજનોને ધરપકડની જાણ કરી દેવાઈ છે.ઉલ્લેખનીય છે કે, અરોરા બિલ્ડરોના સંગઠન નેરેડકોના ચેરમેન પણ છે.

ઘણા રાજ્યોમાં નોંધાય છે એફઆઈઆર

સુપરેટ ગ્રુપ ઓફ કંપનીઝની સામે દિલ્હી,હરિયાણા અને યુપીમાં ઘણી એફઆઈઆર નોંધાયેલી છે.આ એફઆઈઆરના બેઝ પર પ્રીવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ, 2002 (PMLA 2022) અંતર્ગત ઈડીએ તપાસ શરૂ કરી હતી.આ બધી એફઆઈઆરમાં એક જેવા આરોપ હતા કે કંપની અને તેના ડાયરેક્ટર પોતાના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં બુક કરાયેલા ફ્લેટ્સની સામે સંભવિત ખરીદારો પાસેથી એડવાન્સ રકમ લઈને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.આરોપ લગાવાયો છે કે, કંપની સમયસર પર ફ્લેટ્સનો કબજો આપવામાં નિષ્ફળ રહ્યા છે.

ઘર ખરીદનારાઓ રકમને કરી ડાયવર્ટ

ઈડીની કાર્યવાહીથી સામે આવ્યું કે, સુપરટેક લિમિટેડ અને ગ્રુપની બીજી કંપનીઓએ હોમ બાયર્સ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા.સાથે જ ફ્લેટ બનાવવાના નામે બેન્કો પાસેથી લોન પણ લીધી અને આ ફંડને ગ્રુપની બીજી કંપનીઓના નામે જમીન ખરીદવા માટે ડાયવર્ટ કરી દીધું.આ જમીનોને ફરીથી બેન્કોમાંથી લોન લેવા માટે ગિરવે રાખી દેવાઈ.સુપરટેક ગ્રુપએ બેન્કોને પેમેન્ટ કરવામાં પણ ડિફોલ્ટ કર્યું.એ રીતે લગભગ 1500 કરોડની લોન એનપીએ બની ગઈ છે.ઈડીએ એપ્રિલમાં સુપરટેક ગ્રુપ અને તેના ડાયરેક્ટર્સની 40 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.તેમાં ઉત્તરાખંડની 25 અચલ સંપત્તિઓ અને યુપીના મેરઠમાં બનેલો મોલ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Related Articles