Wednesday, April 23, 2025
🌤️ 30.7°C  Surat
Breaking News
TRENDING NEWS

મુંબઈ કોવિડ સેન્ટર કૌભાંડ : IAS ઓફિસરની પત્નીના આઈલેન્ડ પર પ્લોટ અને 15 કરોડની એફડી, EDએ કર્યો ધડાકો

Table of Content

મુંબઈ : કોવિડ જંબો સેન્ટર કૌભાંડ કેસમાં ઈડીની ટીમે બુધવારે મુંબઈમાં કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા હતા.આ દરોડામાં ઈડીની ટીમને 150 કરોડ રુપિયાથી વધુ કિંમતની 50 સંપતિઓના દસ્તાવેજ મળ્યા છે.આ પ્રોપર્ટી સિવાય 15 કરોડ રુપિયાનું કેટલીક જગ્યાએ રોકાણ મળ્યું છે.ઈડીએ આરોપીના ત્યાંથી કેટલીક એફડી અને રુપિયા 2.46 કરોડ રુપિયાની કિંમતના દાગીના પણ કબજે કર્યા છે.આ સિવાય ઈડીએ રુપિયા 68.65 લાખની કેજ પણ કબજે કરી છે.ગુરુવારે ઈડીની ટીમે ભાયખલામાં બીએમસીના સેન્ટ્ર પરચેઝ ડિપાર્ટમેન્ટની મુલાકાત પણ લીધી હતી,જેથી કોવિડ દરમિયાન આ મામલે થયેલી ખરીદીની તપાસ કરી શકાય.ઈડીએ સંજય રાઉતના નજીકના સુજીત પાટકરની પાર્ટનરશિપ ફર્મ લાઈફલાઈન હોસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસીસ દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટના દસ્તાવેજોની પણ તપાસ કરી હતી.આ દરમિયાન જાણવા મળ્યું કે, સીપીડીના માધ્યમથી બીએમસીના સ્વાસ્થ્ય વિભાગ સંબંધિત તમામ ખર્ચા થાય છે.કોવિડ દરમિયાન આ વિભાગના માધ્યમથી ચિકિત્સા ઉપકરણો ખરીદવામાં આવ્યા હતા.ઈડીએ ગુરુવારે આઈએએસ અધિકારી સંજીવ જયસ્વાલને પૂછપરછ માટે સમન્સ પણ પાઠવ્યું હતું,પરંતુ તેઓ હાજર રહ્યા નહોતા.તેઓ કોરોનાકાળ દરમિયાન બીએમસીમાં એડિશનલ કમિશ્નર પણ હતા.

મધ દ્વીપ પર પણ પ્રોપર્ટી

ઈડીએ સંજીવ જયસ્વાલના ઘરે દરોડા પાડ્યા ત્યારે જાણવા મળ્યું કે, તેમની પત્ની અને તેમની પાસે 24 સંપતિઓ છે.આઈએએસની પત્ની નામ પર મધ દ્વીપ પર એડધા એકરનો પ્લોટ પયમ છે.આ સિવાય કેટલાંક ફ્લેટ તેમના નામે હોવાનું પણ સામે આવ્યું છે.પ્રોપર્ટીની અંદાજિત કિંમત રુપિયા 34 કરોડ આંકવામાં આવી છે.આ સિવાય ઈડીને ઓફિસરની પત્નીના નામે રુપિયા 15 કરોડની એફડી પણ મળી આવી છે.

સસરાએ પ્રોપર્ટી આપી હોવાનો દાવો

ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે, સંજીવ જયસ્વાલે પોતાની સંપતિ કુલ રુપિયા 34 કરોડની હોવાનો દાવો કર્યો છે.તેઓએ કહ્યું કે, એફડી સહિતની મોટાભાગની સંપતિ તેમની પત્નીને તેમના પિતા કે જેઓ એક સેવાનિવૃત આઈઆરએસ અધિકારી છે,મા અને દાદા-દાદીએ ગિફ્ટમાં આપી હતી.મહત્વનું છે કે, સંજીય જયસ્વાલ ઈડી સામે પૂછપરછ માટે હાજર રહ્યા નહોતા.એ પછી તેઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

IAS પાસે 100 કરોડની પ્રોપર્ટી?

હાલ તો આ મામલે ઈડી તપાસ કરી રહી છે અને તને શંકા છે કે, સંજીવ જયસ્વાલની સંપતિઓની કુલ કિંમત 100 કરોડથી પણ વધારે છે અને અદિકારીઓ પણ આ મામલે તપાસ કરવા માગે છે.જ્યારે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા ત્યારે જયસ્વાલ એડિશનલ કમિશ્નર હતા.હાલ તેઓ મ્હાડાના વીપી અને સીઈઓ છે.

HM News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

Recent News